સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

૧૨ કલાકમાં તાલાલા ગીરમાં ભૂકંપના ૪ આંચકા

કચ્‍છના દુધઇમાં પણ ધરા ધ્રુજીઃ ભૂકંપના હળવા આંચકાથી ગીર સોમનાથ જીલ્લામાં ભય

રાજકોટ તા.૩: ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીરમાં છેલ્લા ૧૨ કલાકમાં ભૂકંપના ૪ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

તાલાલા અને ગીર પંથકમાં સાંજના ૪.૩૫ વાગ્‍યે ૩.૫ તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્‍યા હતાં અને લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આંચકાનું ઇસ્‍ટ સાઉથ ઇસ્‍ટ તાલાળાથી ૧૦ કિલોમીટર દૂર કેન્‍દ્રબિંદુ ગીર સોમનાથ જિલ્લામાં ભુકંપના ૪ આંચકાઓ આવ્‍યા હતા. ગીર પંથકમાં રાત્રે ૯.૫૫ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઝટકો એટલો તિવ્ર હતો અને રાતનો સમય હોવાથી લોકો ભૂકંપનો આંચકો અનુભવીને બહાર દોડી આવ્‍યા હતા. એક જ દિવસમાં બે ભૂકંપના આંચકાઓ આવતા ગીર સોમનાથ જિલ્લાનાં લોકોમાં ફફડાટ વ્‍યાપ્‍યો છે. જિલ્લાનાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભૂકંપનું કેન્‍દ્ર તલાલાથી ૯ કિલોમીટર દુર ઇસ્‍ટ સાઉથ ઇસ્‍ટ કેન્‍દ્ર બિંદુ હોવાનું સામે આવ્‍યું છે.

હાલ તો રાત્રીનાં સમયે આંચકો આવવાનાં કારણે સ્‍થાનિક લોકોમાં ડર અને ફફડાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો ઘરની બહાર જ રહેવા માટે મજબુર બન્‍યા છે. હવે ફરી આફટસ શોક્‍સ આવે તેવી શક્‍યતાઓને જોતા લોકો બહાર જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. અથવા તો તોળા વળીને ખુલ્લા મેદાનમાં બેઠક જમાવી રહ્યા છે.

ગાંધીનગર સ્‍થિત સિસ્‍મોગ્રાફી સેન્‍ટરના અહેવાલમા જણાવાયુ છે કે, કાલે રાત્રીના ૮:૫૪ વાગ્‍યે કચ્‍છના દુધઇમાં ૨.૧ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

જયારે તાલાલામાં રાત્રીના ૯:૫૫ વાગ્‍યે ૨.૮ની તિવ્રતાનો રાત્રીના ૧૦:૪૨ વાગ્‍યે તાલાલામા ૧.૧ની તિવ્રતાનો તથા આજે મંગળવારે સવારે ૮:૫૭ વાગ્‍યે ૨.૨ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

(11:19 am IST)