સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd December 2018

કંકોત્રી સ્માર્ટકાંડમાં બનાવી

લગ્નની મોસમ શરૂ થતા જ અનોખો કીમીયો : કંકોત્રીમાં પણ છવાયો ડિઝીટલ ઈન્ડીયાનો ક્રેઝ

ઉપલેટા, તા. ૩ :. ભાયાવદર ગામે પટેલ પરિવારના પુત્ર ચિ. આશિષ અને તેમના પત્નિ અમીની કંકોત્રી કંઈક અલગ રીતે પ્રકાશિત કરી બજારમાં મુકેલ છે. લગ્નની કંકોત્રી ડીઝીટલ સ્માર્ટકાર્ડ જેવી બનાવી પોતાના મિત્ર સર્કલ અને સગા સંબંધીઓમાં વહેતી કરેલ છે, ત્યારે કંકોત્રી મળતાની સાથે જ લોકો અચંબીત થઈ તેમાં આપેલ 'કયુઆર' ને લોગઈન કરતાની સાથે જ પોતાના પરિવાર સહિત લગ્નની માહિતી પ્રકાશીત કરતું પેઈઝ ઓપન થઈ જાય છે. સમગ્ર દેશમાં ડિઝીટલ ઈન્ડીયાના પ્રચાર પ્રસાર અને વખાણ થઈ રહ્યા છે, ત્યારે નાનકડા ભાયાવદર શહેરમાં પણ ડિઝીટલ ઈન્ડીયાને વેગ આપતો કંઈક નવો જ કીમીયો બહાર આવેલ અને ગઢાળાના સરપંચ નારણભાઈ આહિરને આ કંકોત્રી મળતા તેઓ અવાચક બની અભિનંદન પાઠવ્યા હતા.

શિક્ષક દંપતીએ બનાવેલી અનોખી કંકોત્રી કે જે જોઈને તમે મુગ્ધ રહી જશો અને આવી કંકોત્રી તમે અત્યાર સુધીમાં કયાંય જોય પણ નહીં હોય અને ડીઝીટલ ઈન્ડીયાને વેગ આપે એવી અનોખી પહેલ અને એક નવું ઈનોવેશન છે.

જી હા આ કંકોત્રી એ એક નાનકડા એટીએમ કાર્ડ જેવડી છે પણ એની અંદર સમાયેલ છે ઘણું. કંકોત્રીમાં એક કોડ મુકેલ છે જે તમારા મોબાઈલની સામે રાખી સ્કેન કરતા જ તમારા મોબાઈલમાં કંકોત્રી ઓપન થઈ જાય છે અને તમે સંપૂર્ણ માહિતી તમારા મોબાઈલમાં સેવ કરી શકો છો અને આ કંકોત્રીને સરળતાથી સાચવી શકો છો. પાણીમાં પલળે તો પણ એને કશું થતું નથી.(૨-૬)

(11:46 am IST)