સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd November 2021

જામનગરના વિભાપરમાં મેળો જામ્યોઃ ગૌસેવાના લાભાર્થે ફટાકડા લેવા લોકો ઉમટી પડ્યા

છેલ્લા સાત વર્ષથી શ્રી વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌ શાળાના લાભાર્થે પટેલ સમાજ ખાતે ફટાકડાના નહિ નફો નહિ નુકસાનના ધોરણે સસ્તા ફટાકડાનંુ વેચાણ

દિવાળી પહેલા વિભાપર શ્રી વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા પટેલ સમાજ ખાતે યોજાયેલ ફટાકડાના સ્ટોલ પર ફટાકડાની ખરીદી કરવા માટે મેળો જામ્યો છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૩: દિવાળી પૂર્વે જામનગરમાં ફટાકડા લેવા માટે લોકો ગૌસેવાના લાભાર્થે વહેંચાઈ રહેલા ફટાકડા લેવા વિભાપર માં ઉમટી રહ્યા છે અને મેળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગર ની ભાગોળે આવેલા વિભાપર ખાતે છેલ્લા સાત વર્ષથી શ્રી વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌ શાળાના લાભાર્થે પટેલ સમાજ ખાતે ફટાકડાના નાનપણનું નુકસાનના ધોરણે સસ્તા ફટાકડા નહિ નો નહી થઈ રહ્યું છે.

વિભાપર માં લાગતા ગૌસેવાના લાભાર્થે ફટાકડાના સ્ટોલ માં જામનગર જ નહીં પરંતુ આસપાસના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ દરરોજના હજારો લોકો ફટાકડાની ખરીદી કરવા આવી રહ્યા છે. આ વર્ષે પણ ૨૭૫ જેટલી જુદી જુદી સ્વદેશી ફટાકડાની વેરાયટીઓ અહીં ઉપલબ્ધ છે. જેથી એક જ સ્થળે લોકોને તમામ ફટાકડા ની રેન્જ પણ મળી રહે છે.

આ ઉપરાંત અહીં મળતા ફટાકડા ખરીદી કર્યાનો નફો પણ સેવામાં વપરાય છે. જેથી લોકો પણ મન મૂકીને અહીંથી દિવાળીના ઉત્સવ પૂર્વે જ ફટાકડા ની ખરીદી કરી બાળકો અને ફટાકડા પ્રેમીઓને ખુશ કરવાની સાથે ગૌ સેવામાં પણ સહભાગી થાય છે.

વિભાપર ની શ્રી વછરાજ ગૌશાળા માં હાલ ૪૮૦ જેટલી નિરાધાર અપંગ અને લુલી લંગડી ગાયોનું છેલ્લા દસ વર્ષથી પાલન પોષણ કરવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન આ ગૌશાળાના લાભાર્થે વિભાપર અને જામનગરના સ્થાનિક અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પોતાના કરોડો રૂપિયા રોકી ફટાકડા ની ખરીદી કરે છે અને આ ફટાકડા ને વેચાણ કરી તેનો નફો ગૌશાળામાં જમા કરાવે છે. જે પણ એક અનોખી પરંપરા ઉભી કરાઈ છે.

હાલ ફટાકડાના વેચાણ માટે દિવાળીના અંતિમ દિવસો છે ત્યારે દ્યરાકી પણ જામી છે અને આ વેચાણ વ્યવસ્થા માં ગૌશાળાના ૨૫૦ જેટલા નાના-મોટા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે.

(12:49 pm IST)