સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd November 2021

કેશોદમાં ધનતેરસના શુભમુહુર્તમાં લોકો દ્વારા સોના-ચાંદીની ધૂમ ખરીદી

શહેરની બજારમાં અવનવા રંગના ચીરોડી કલર આકર્ષક કોડીયા તેમજ સ્ટીકરની શુકનવંતી ખરીદી માટે મહિલાઓ ઉમટી પડી

(કિશોરભાઈ દેવાણી, કમલેશ જોશી દ્વારા) કેશોદ,તા.૩: કેશોદ નગરજનો અને આજુબાજુના ગ્રમ્ય વિસ્તારના લોકોએ ગઈકાલ ધનતેરસની શુકનવંતી સોનાચાંદીની ધૂમ ખરીદી કરી હતી.

કેશોદમાં સૌથો મોટો તહેવાર એટલે દિવાળી, ધનતેરસનાં દિવસથી દીપોત્સવની શરુ થઇ જાય છે. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સૌથી જુનું અને પવિત્ર ધાતુ સોનું અને ચાંદી છે, અને સોનાને સૂર્ય ભગવાનનું પ્રતિક પણ માનવામાં આવે છે. હિંદુઓમાં સોનું સૌથી પવિત્ર માનવામાં આવે છે હિંદુઓમાં ધનતેરસનાં દિવસે સોનું ચાંદી ખરીદવાએ ધાર્મિક મહત્વ પણ માનવામાં આવે છે. ત્યારે ધનતેરસના દિવસે સવારથી કેશોદનાં નગરજનો સોનું ચાંદી ખરીદવા માટે સોના ચાંદીના વેંચાણ કરતા શો રૂમ પર ઉમટી પડ્યા હતા. કેશોદના નગરજનોએ સોનાની લગડી અને સોનાના દ્યરેણાની ખરીદી વધારે કરી હતી.શહેરના સોના ચાંદીના શોરૂમ સોના કરતા ચાંદીનું વેચાણ ઓછું થયું હતુ. આમ સાંજ સુધીમાં લાખો રૂપિયાના સોનાની ખરીદી કેશોદ વાસીઓએ કરી હતી.

દિવાળીમા દ્યરને સુશોભિત કરવા મહિલાઓની ભીડ ઉમટી પડી કેશોદ શહેરમાં દિવાળીનાં દિવસોમાં અવનવા રંગોની ચિરોડી, આકર્ષક કોડિયા તેમજ સ્ટીકરની ખરીદી કરીને દ્યરને સુશોભિત કરવા બજારોમાં ખરીદી માટે મહિલાઓની ભીડ ઉમટી પડી છે. હવે દિવાળીને ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે સવારથી જ કેશોદ શહેરની મુખ્ય બજારો, સોની બજાર, આંબાવાડી, સૂતારવાવ જેવી બજારોમાં શુકનવંતા અવનવા રંગોની ચિરોડી કલર, આકર્ષક કોડિયા તેમજ સ્ટીકરની ખરીદી કરીને દ્યરને સુશોભિત કરવા બજારોમાં મહિલાઓની ભીડ ઉમટી પડી હતી.

આ વખતે કેશોદની બજારમાં અવનવા આકર્ષક રંગોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું, તો સાથે અવનવા મનને મોહી લે તેવા વિવિધ આકારોમાં દીવડા મહિલાઓનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને આંગણાને સુશોભિત કરવા માટે દીવડા, વિવિધ રંગોળી, સ્વસ્તિક, લાભ શુભ, પગલાં જેવા સ્ટીકરોએ આકર્ષણ ઉભુ કર્યુ છે. આમ બે વર્ષથી લોકડાઉન જેવા માહોલને લઇ કોરોના કાળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લોકો બહાર ન નીકળતા હોવાથી આ વખતે કેશોદની બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે જયારે કેશોદ વાસીઓએ સોના ચાંદી, રંગો,કોડિયા અને સ્ટીકરો ની ભારે ખરીદી કરી હતી.

(10:23 am IST)