સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd November 2020

માળીયા હાટીનામાં ટેકાના ભાવે મગફળી ખરીદી

માળીયા હાટીનાઃ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં આઠ દિવસનાં કુલ ૩૧ , ખેડૂતો પાસેથી ૧૫૭૦, ગુણી મગફળી સરકારે ખરીદી કરી છે. અત્યાર સુધીમાં કુલ ૮૧૦ ખેડૂતોને બોલવામાં આવ્યા છે. જેમાંથી ૬૧ ખેડૂતો આવ્યા હતા. એમાંથી ૩૧ ખેડૂતોની મગફળી લીધેલ છે અને ૩૦ ખેડૂતોની મગફળી રીજેક થઇ છે. એટલે કુલ ૮૧૦ માંથી ૬૧ ખેડૂતો મગફળી વેચવા આવ્યા છે. આમ ધીમી ગતિએ ખેડૂતો મગફળીનું વેચાણ કરવા આવે છે. માળીયા હાટીનાનાં એ.પી.એમ.સી.માં મગફળીની ગુણીનાં થપ્પા લાગી ગયા છે. તે તસ્વીર.

(10:00 am IST)