સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd October 2022

મોરબીના સર્કીટહાઉસ ખાતે એક બુથ યુથ કોંગ્રેસ અંતર્ગત જીલ્લા યુવક કોંગ્રેસની બેઠક યોજાઇ

મોરબી :જીલ્લા યુવા કોંગ્રેસની સર્કીટ હાઉસ ખાતે એક બુથ પાંચ યુથ કોંગ્રેસના અનુસંધાને બેઠક મળી હતી જેમાં સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રભારી અને રાષ્‍ટ્રીય કોંગ્રેસના સચિવ માનસિંગ રાઠોડ, જીલ્લા પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્‍પેશભાઈ કોઠીયા, દેવેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના લોકોને અપાયેલ ૮ વચનનું સંકલ્‍પ પત્ર વિગતવાર માર્ગદર્શન આપ્‍યું હતું આ કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલ આઠ વચન ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસને આહવાન કર્યું હતું તથા મોરબી જિલ્લાના સક્રિય કાર્યકરની નવી નિમણૂક આપવામાં આવી હતી આગેવાન અને હોદ્દેદાર મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:59 pm IST)