સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd October 2019

નવા બંદરમાં શોકનું મોજુઃ લાપત્તા ચારેય માછીમારોની લાશો મળીઃ અંતિમ યાત્રામાં અશ્રુભીના દ્રશ્યો

ગઇકાલે ર માછીમારોની અંતિમ યાત્રા બાદ બીજે દિવસે ર માછીમારોની અંતિમયાત્રા નીકળી

ઉના તા. ૩ :.. પાંચ દિવસ પહેલા નવા બંદરની બોટ દરિયામાં ડૂબી ગયેલ જેના ચારેય માછીમારોની લાશ મળી આવેલ અને ગઇકાલે ર માછીમારોની અંતિમ યાત્રા નીકળ્યા બાદ આજે ર માછીમારોની અંતિમ યાત્રા નીકળતા અંતિમ યાત્રામાં અશ્રુભીના દ્રશ્યો સર્જાયા હતાં.

નવા બંદરમાં શોકનું મોજુ ફરી વળેલ. ગઇકાલે પ્રથમ ર માછીમારોની લાશ મળ્યા બાદ બાકીના ર માછીમારોની લાશ મળી આવી હતી.

નવા બંદર ગામનાં બચીબેન ભગાભાઇ બાંભણીયાની અંબિકા પ્રસાદ નામની બોટ નંબર જીજે-૧૧-એમએમ પ૮૦૩ પાંચ દિવસ પહેલાં નવાબંદરથી રપ નોટીકલ માઇલ દુર ભારે વરસાદ તથા દરીયાનાં રાક્ષસી મોજાની થાપટથી તુટી જઇ ડુબી ગઇ હતી. જેમાં ૩ ખલાસીઓ લાકડાના પાટીયા, થર્મોકોલ ઉપર ૪ કલાકે મોત સામે દરીયામાં ઝઝૂમી રહેલ તે નારણભાઇ જેઠવા ટંડેલ (રે. નાંદ્રવા), ભરત ઘેલા મજીઠીયા, (રે. કાળાપાણ), જેન્તીભાઇ મેઘાભાઇ મજીઠીયા (કાળાપાણ), અન્ય બોટવાળાએ બચાવી લીધા હતાં. બાકીન ૪ ખલાસી દરિયામાં લાપત્તા હોય ગામના સરપંચ મજીઠીયા, જીલ્લા પંચાયતનાં સભ્ય હરીભાઇ સોલંકી તથા બોટ એસોસીએશનનાં પ્રમુખ રામાભાઇ સામતભાઇ સોલંકી વિગેરે ચાર દિવસથી દરીયો ખુંદી રહ્યા હતાં. નવા બંદર, સૈયદ રાજપરા સીમરા અને માણેકપુરની બોટો સોધી રહ્યા હતાં. આજે દરિયો શાંત થતા સવારે નવાબંદરથી ૧પ નોટીકલ માઇલ દુર દરીયામાં ર માનવદેહ તરતા જોવા મળતા બોટના ખલાસીઓએ બે મૃતદેહ કાંઠે લાવતા, સામતભાઇ જીવાભાઇ મજીઠીયા (ઉ.૪૦ રહે. કાળાપણ, તા. ઉના), ભાવેશભાઇ ભીમાભાઇ (રે. બાંભણીયા) ની લાશ મળી આવતા નવાબંદરમાં શોક છવાઇ ગયો હતો.

બપોર બાદ સુનિલભાઇ ભીમાભાઇ બાંભણીયા (ઉ.ર૦ તથા કાંતિભાઇ જીવાભાઇ બાંભણીયા (રહે. બંને નવાબંદર) ની પણ લાશ મળી આવી હતી. નવાબંદરના ત્રણ અને કાળાપાણ ગામના એક યુવાન મળી ચાર યુવાનોની લાશ મળી આવતા નવા બંદર શોકમાં ડૂબી ગયું હતું.

(12:06 pm IST)