શાપર ગ્રામ પંચાયત દ્વારા ૧૫૦મી ગાંધી જન્મ જયંતિ નિમિત્તે શાપર સફાઇ અને રેલીનુ થયેલ આયોજન
શાપર વેરાવળ તા. ૦૩: મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે શાપર ગામ શાપર ગ્રામ પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
કાર્યક્રમમાં શાપર ગામના સરપંચ શ્રી ગીતાબેન ધર્મેન્દ્રભાઈ ટીલારા ઉપસરપંચ જયેશભાઈ કાકડીયા તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા સાપર ગામના આગેવાનો તથા પ્રાથમિક શાળાના શિક્ષકો એ ભાગ લીધો
સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત સાપર ગામમાંથી સોલિડ વેસ્ટ કચરો ૫૦ કિલો કચરો એકઠો કરી નાશ કરવામાં આવ્યો અને ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરવાની સમજણ આપવામાં આવી અને ગામમાં કપડાની થેલી નું વિતરણ કરવામાં આવ્યું અને ફિટ ઇન્ડિયા અંતર્ગત રેલીનુ આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમને સરલ બનાવવામાં શાપર ગામ પંચાયત તલાટી મંત્રી શ્રી પી એલ વસોયા તથા ગ્રામ પંચાયતનો સ્ટાફ શાપર પ્રાથમિક શાળાના શિક્ષકો તથા અધિકારીશ્રી એચ બી રાણપરીયા ના નયબ પશુપાલન નિયંત્રક તથા વિસ્તરણ અધિકારીશ્રી પી એન ચૌહાણ તાલુકા પંચાયત કચેરી કોટડાસાંગાણી હાજર રહ્યા હતા.