News of Tuesday, 3rd September 2019
જસદણની જુના પીપળીયા તથા સાણથલી ગામે વીજળી પડીઃ કોઇ જાનહાની નથી
નવાગઢઃ જસદણના જુના પીપળીયા ગામે નોંધણવદર રોડ પર આવેલ ટ્રાન્સફોર્મર ઉપર અને સાણથલી ગામે ખેડુતની અગાશી ઉપર સાંજે વિજળી પડતા ટ્રાન્સફોર્મર બળીને ખાખ થયુ છે.
જયારે સાણથલી ગામે અગાસી પર વિજળી પડતા અગાસીના સ્લેબને નુકશાન થયેલ છેે કોઇ જાનહાની થયેલ નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે બંન્ને ગામો વચ્ચે પાંચ કિલોમીટરનું અંતર આવેલ છે.
અત્રે એ નોંધનીય છેે કે આ પંથકમાં આજે વરસાદ પણ સારો એવો પડયો છે.
(9:49 pm IST)