સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

મોરબીની નવયુગ બી.બી.એ કોલેજ દ્વારા મેનેજમેન્ટ એક્સેલન્સનો ચાર દિવસીય વર્કશોપ: વિવિધ નિષ્ણાંતો ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે

મોરબીના વીરપર નજીક આવેલ નવયુગ બીબીએ કોલેજ દ્વારા મેનેજમેન્ટ એક્સેલન્સ ચાર દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ નિષ્ણાંતો ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે

નવયુગ કોલેજના પ્રમુખ પી ડી કાંજીયા અને મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા અને નવયુગ કોલેજના પ્રિન્સીપાલ ડો. હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ માં બીબીએના વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ એક્સેલન્સ ચાર દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં તા. ૦૪ ના રોજ ઓપનીંગ સેરેમની યોજાશે જેમાં મુખ્ય વક્તા હિતુલભાઈ કારિયા જાણીતા કેળવણીકાર અને કોર્પોરેટ ક્ષેત્રના રાષ્ટ્રીય ટ્રેઈનર પોતાના વિચારો રજુ કરશે તા. ૦૫ ના રોજ રાજકોટના જાણીતા આર્કીટેકટ અને NLP ઇન્ડીયાના માસ્ટર ટ્રેઈનર ઓન્ત્રપ્રનરશીપ કેવી રીતે કરવી મેનેજમેન્ટ પ્લાનિંગ પર બીજા દિવસનું વર્કશોપ યોજાશે જેમાં નવયુગ સંકુલના પ્રિન્સીપાલ યતિનભાઈ રાવલ ઉપસ્થિત રહેશે
જયારે તા. ૦૬ ના રોજ લાઈવ સ્ટોક માર્કેટ સબ્જેક્ટ પર અંકીતભાઈ બદ્ર્કીયા શેર માર્કેટ અને આઈપીઓ રીસર્ચ સાથેનું જ્ઞાન આપશે જે કાર્યક્રમમાં નવયુગ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. વરૂણ ભીલા ઉપસ્થિત રહેશે તા. ૦૭ ના રોજ બિઝનેશ બેન્કિંગ વિષય પર મધુર નરસીન્યન માર્ગદર્શન આપશે જેમાં નવયુગ કોમર્સ સ્કૂલના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ વિનોદભાઈ વરમોરા હાજર રહેશે જયારે તા. ૦૭ ના રોજ કલોઝિંગ સેરેમનીમાં અગ્રણી ઉદ્યોગપતિ અને ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહેશે
નવયુગ બીબીએ કોલેજમાં મેનેજમેન્ટ એક્સેલન્સ ચાર દિવસીય વર્કશોપને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા, પ્રિન્સીપાલ ડો. હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રો ચાર્મી સંતોકી, પ્રો જાનકી કાલાવડીયા, પ્રો અંજના ભોરણીયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે

(11:14 pm IST)