સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

જામકોડરણા તાલુકાના 25 જેટલા ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન

જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમે-ધીમે વૅક્સિનેશનને વેગ

રાજકોટ: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વૅક્સિનેશને વેગ પકડ્યો છે.રાજકોટ જિલ્લામાં વ‌ૅક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બની છે, જેમાં પ્રતિદિન 8000થી વધુ લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ અપાઈ રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના જામકોડરણા તાલુકાના ગામડાઓમાં 100 ટકા વૅક્સિનેશન થઈ રહ્યું છે. અહીંના 25 જેટલા ગામમાં સંપૂર્ણ વૅક્સિનેશન થઈ ચૂક્યું છે. આટલું જ નહીં, અંધશ્રદ્ધા અને અફવાઓ વચ્ચે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમે-ધીમે વૅક્સિનેશનને વેગ મળી રહ્યો છે.

(1:47 pm IST)