સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

બકરી ચરાવતા ચરાવતા કચ્‍છની સરહદમાં ઘૂસી આવેલ પાકિસ્‍તાની કિશોર ઝડપાયો

૧૫ વર્ષનો અલી શેખ સિંધના બદીનનો રહેવાસી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : બીએસએફના પેટ્રોલિંગ દરમ્‍યાન સામે પાર પાકિસ્‍તાનથી કચ્‍છ સરહદે ઘૂસી આવેલ ૧૫ વર્ષીય પાકિસ્‍તાની કિશોર ઝડપાયો છે.

પ્રાથમિક પૂછપરછમાં અલી શેખ અલી નવાઝ રાઉમા નામનો આ કિશોર પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના શાહી ચોક, બદીન, તા. ડીપ્‍લોનો રહેવાસી છે.

બકરી ચરાવતા ચરાવતા ઘૂસી આવેલા આ કિશોર પાસેથી માચીસ અને ચા ની ભૂકી મળી છે. બીજું કંઈ શંકાસ્‍પદ મળ્‍યું નથી. તેને ખાવડા પોલીસ દ્વારા હવે ભુજ જેઆઇસીમાં આજે ખસેડાશે.

 

(11:12 am IST)