સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd August 2018

મેંદરડા ભાજપ દ્વારા મુખ્યમંત્રી જન્મદિને નિદાન કેમ્પ યોજાયો

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસ નિમિતે મેંદરડા ભારતીય જનતા પાર્ટી દ્વારા નાની ખોડિયાર મુકામે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત એલ.ટી. રાજાણી, જે.ડી.સી.સી. બેંકના ચેરમેન તથા જુનાગઢ જિલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઇ સોલંકી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચિરાગ રાજાણી, તાલુકા ભાજપ પ્રમુખ સંજય છોડવડિયા,, ડોલીબેન અજમેરા મહામંત્રી એસ.બી. કાનાણી, તાલુકા પંચાયત પ્રમુખ ગભરૂભાઇ લાલ, જાકીરભાઇ સોલંકી, રમેશભાઇ પરમાર, બાલુભાઇ કોરાટ, જમનભાઇ શીંગાળા દિનેશ વેકરીયા તથા યુવા ભાજપ પ્રમુખ તાલુકા આશીષ જોષી, રવિ ઠુંમર, પ્રતિક રાણોલીયા તથા યુવા ભાજપ ટીમે જહેમત ઉઠાવેલ હતી. તે પ્રસંગની તસ્વીર. (૧.૨)

(12:34 pm IST)