સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 3rd July 2022

દીવ નગરપાલિકાના 13 વોર્ડમાંથી 7માં યોજાશે ચૂંટણી: છ વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ

7 વોર્ડમાં ભાજપ સામે 7 અપક્ષ ઉમેદવારો ચૂટણી લડશે: આ વર્ષે ભાજપની જીત નિશ્ચિત :વર્ષો બાદ દીવ નગરપાલિકા ભાજપની બનશે

કેન્દ્ર શાસિત દીવમાં 7 જુલાઇએ નગરપાલિકાના 13 વોર્ડમાથી 7 વોર્ડમાં ચૂટણી યોજાશે. જો કે 6 વોર્ડમાં ભાજપના નગરસેવકો બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. જયારે 7 વોર્ડમાં ભાજપ સામે 7 અપક્ષ ઉમેદવારો ચૂટણી લડશે. આ વર્ષે ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી છે. વર્ષો બાદ દીવ નગરપાલિકા ભાજપની બનશે. દીવના લોકોનો મિજાજ પણ ભાજપ તરફ વળી રહ્યો છે. દીવમા ભાજપના સાસંદ ભાજપ, જીલ્લા પંચાયતમાં ભાજપ તેમજ મોટાભાગની સંસ્થાઓ પણ ભાજપ સાથે જોડાયેલી છે. જેથી દીવવાસીઓ દીવ નગરપાલિકા પણ ભાજપને બને તેવું ઇચ્છી રહ્યાં છે.

દીવ નગરપાલીકા ઘણા વર્ષોથી કોંગ્રેસનુ શાસન હતુ. જેનાથી લોકોના વિકાસના નહીં થયા હોવાનો આરોપ છે. લોકોએ કરવેરામા પણ વધારો થયો હોવાનો આરોપ મુક્યો હતો. રોડ રસ્તા સહિતના તમામ કામોથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. કેન્દ્ર શાસિત દીવમા અંદાજીત 22 હજાર જેટલા મતદારો છે. જેમા દીવ નગરપાલિકામાં આ વખતે યુવાનો અને મહીલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 7 નગરસેવકો માટે યુવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે.

(11:29 pm IST)