News of Friday, 3rd July 2020
કચ્છમાં સસલાનો શિકાર કરી ફોટાઓ વાયરલ કરનાર ત્રણ શિકારીઓ ઝડપાયા : ભચાઉ પોલીસ દ્વારા મનફરા ગામના એક સગીર સહિત ત્રણ સામે કાર્યવાહી
(ભુજ) કચ્છમાં શિકારના વધતા જતા બનાવો વચ્ચે ભચાઉ પોલીસે સસલાનો શિકાર કરનાર ત્રણ શિકારીઓને ઝડપી પાડ્યા છે.
સોશ્યલ મીડીયામાં સસલાના શિકારના ફોટાઓ વાયરલ થયા બાદ આ શિકારીઓ ભચાઉના મનફરાના હોવાની ચર્ચા વચ્ચે આઈજી સુભાષ ત્રિવેદી અને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે બનાવને ગંભીરતાથી લઈ તપાસના આદેશો આપ્યા હતા.
જેને પગલે મનફરા ગામના બસ સ્ટેશન પાસેથી પોલીસે એક સગીર સહિત અન્ય બે શિકારીઓ પ્રવીણ રામા કોળી (ઉ.૨૧), જીગા બીજા કોળી (ઉ.૨૩) ને ઝડપી પાડ્યા છે.
ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલા, પીઆઈ આર.જે. સીસોદીયા સહિત અન્ય પોલીસ સ્ટાફે આ કામગીરી પાર પાડી શિકાર પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે.
(3:18 pm IST)