સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd July 2020

રાજુલામાં જુગાર રમતા ૩ ઝડપાયા જબરા વરલી મટકાના નેટવર્કનો પર્દાફાશ

અમરેલીઃરાજુલા ટાઉનમાં અલગ અલગ જગ્યાએ રેઇડ કરતા કુલ ૩ ઇસમો રોકડ રકમ, મોબાઇલ ફોન, અને વરલી મટકાના જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ , પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન રાજુલા ટાઉનમાં અલગ અલગ જગ્યાએ વરલી મટકાનો જુગાર ચલાવવામાં આવતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવતાં જુગારનું નેટવર્ક ચલાવતા ૧૪ ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી. (૧)રસુલખા વજીરખાભાઇ પઠાણ, ઉ.વ.૨૫, રહે.રાજુલા, ખાટકીવાડ, ખોડીયાર મંદીર પાસે,  (૨)અલ્તાફહુસેન દિલાવરહુસેન કાદરી ઉર્ફ બાબુ, ઉ.વ.૫૦, રહે.રાજુલા, ગઢની રાંગ પાસે, ખેતાગાળા (૩)ધર્મેશભાઇ અનંતરાય બગરીયા, ઉ.વ.૨૩ રહે.રાજુલા, સાઇબાબાના મંદીર પાસેને ઝડલી લીધેલ છે. વરલી મટકાના જુગારનું નેટવર્ક ચલાવતા  (૧) મહમદભાઇ ઉસ્માનભાઇ કુરેશી, રહે., ખોડીયાર મંદીર (૨) જહીર ઉર્ફ જમાદાર લુકમાનભાઇ જોખીયા, રહે., વાવેરા રોડ (૩) સલીમભાઇ દાદભાઇ ખોખર, રહે., બસ સ્ટેન્ડ સામે (૪) અસલમ ઉર્ફ મેડી ઉસ્માનભાઇ કુરેશી, રહે., ખોડીયાર મંદીર પાસે (૫) હરીભાઇ કરશનભાઇ ટાંક, રહે.ર, ગઢની રાગ (૬) આરીફભાઇ અબ્દુલભાઇ ગોરી, રહે., ગોંદરા ચોક (૭) કાળુભાઇ પઠાણ, રહે., ખોડીયાર મંદીર પાસે (૮) અરવિંદ જાપડીયા, રહે., વાલ્મીકી વાસ (૯) રફીક તજુમીયા કાદરી, રહે., ગઢની રાંગ (૧૦) અનંતરાય ગીરધરલાલ ખત્રી, રહે.રાજુલા (૧૧) અનવરહુસેન દિલાવરહુસેન ઉર્ફ અનુ બાપુ, રહે.રાજુલાની શોધખોળ હાથ ધરી છે. રોકડા રૂ.૬૬,૨૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭, કિં.રૂ.૧૬,૫૦૦/- તથા મળી કુલ કિં.રૂ.૮૨,૮૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરી.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(12:59 pm IST)