સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd July 2018

બાબરા-તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાની કારોબારી

બાબરાઃ શહેર અને તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાની કારોબારી બેઠક જિલ્લા ભાજપ અનુસૂચિત પ્રમુખ શાંતિભાઈ રાણવા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લા મહામંત્રી સોમાભાઈ બગડા,માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા, તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ લલીતભાઈ આંબલિયા, કાંતિભાઈ બથવાર, રાજુભાઇ સાગઠિયા, વિપુલભાઈ કાચેલા, સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.ં જિલ્લા અનુસૂચિત ભાજપ મહામંત્રી સોમાભાઈ બગડા દ્વારા ઉપસ્થિત તમામ આગેવાનો સાલ અને પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લા અનુસૂચિત મોરચા ના પ્રમુખ શાંતિભાઈ રાણવા દ્વારા આગામી લોકસભા ની ચૂંટણી ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવા તેમજ રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોચાડવા આવે તેવું જણાવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ મનોજ કનૈયા.બાબરા)

(11:31 am IST)