News of Saturday, 3rd June 2023
આટકોટ ચોકડી પાસે મહિલા અને પુરૂષ બેભાન હાલતમાં મળ્યા
આટકોટઃ રાજકોટ ભાવનગર હાઇવે પર ચોકડી પાસે મહીલા અને પુરુષ બંને બે ભાન હાલતમાં મળી આવ્યા ઘટના સ્થળે સેવા ભાવી લોકો તથા પોલીસ અરવિંદભાઈ અશોકભાઈ દોડી ગયા હતાં અને ૧૦૮ ની મદદથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કચરો વીણતા હોવાનું જાણવા મળ્યું હતું જસદણ થી વધુ સારવાર માટે ૧૦૮ ની મદદથી તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં ત્યાં થી પુરૂષ ભાન માં આવી ગયો હતો જ્યારે મહિલા બે ભાન હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે .(તસ્વીરોઃ કરશન બામટા)
(12:30 pm IST)