સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd June 2023

ભચાઉ નજીક દુકાન વધાવી ઘેર જતા વ્‍યાપારી પાસેથી છરીની અણીએ ૧.૯૦ લાખની લૂંટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : કચ્‍છના ભચાઉ તાલુકાના કકરવા અને ખારોઈ ગામ વચ્‍ચે દુકાન વધાવી રાત્રે બાઈક ઉપર ઘેર જતાં વ્‍યાપારી પાસેથી છરીની અણી એ કરાયેલ લુંટના બનાવે ચકચાર સર્જી છે. ખારોઈ ગામે મોબાઈલની દુકાન ચલાવતા અજીતસિંહ બળુભા જાડેજા દુકાન વધાવી રાત્રે નજીકના કકરવા ગામે પોતાને ઘેર જઈ રહ્યા હતા ત્‍યારે તેમને લુંટી લેવાયા હતા.

પોલીસ ફરિયાદ અનુસાર કાળા કપડાં પહેરેલાં બે બાઇક સવારોએ અજીતસિંહ ની બાઈકને પાટુ મારી નીચે પાડી છરી બતાવી દુકાનના વકરા ના રૂ. ૭૦ હજાર અને તેમણે પહેરેલ ૨ તોલાની સોનાની ચેન મળી કુલ ૧ લાખ ૯૦ હજારની લુંટ ચલાવી નાસી છૂટયા હતા. લૂંટારૂંઓએ વ્‍યાપારીનો મોબાઈલ રસ્‍તામાં ફેંકી દીધો હતો. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.

(12:24 pm IST)