સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd June 2019

મોરબીમાં દેશી દારૂનો જથ્‍થો પકડાયો

સ્‍વીરમાં પકડાયેલ દારૂના જથ્‍થા સાથે બી. ડીવીઝન પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણભાઇ વ્‍યાસ મોરબી)

મોરબી તા. ૩ :.. મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતીયાપરામાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્‍થો મોરબી બી. ડીવી. પોલીસે ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી બી. ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. આઇ. એમ. કોંઢીયાની સુચનાથી બી. ડીવીઝન સ્‍ટાફના પી. એમ. પરમાર, કિશોરદાન ગઢવી, એ. પી. જાડેજા અને ભાનુભાઇ બાલાસરા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમીના આધારે પીયુષ ઉર્ફે ખારો બાલુભાઇ ઉર્ફે બાબુભાઇ કુવરીયા રહે. શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાછળ મફતીયાપરામાં વાળાના કબ્‍જાની ઓરડીમાંથી દેશી દારૂ લીટર ર૦૦ કિંમત રૂા. ૪૦૦ નો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો નાસી છૂટતાં તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:29 pm IST)