સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

મોરબી જીલ્લામાં કોરોનાના ૧૧૦ કેસ, ૦૧ દર્દીનું સરકારી ચોપડે મૃત્યુ નોંધાયું : કોરોના પ્રોટોકોલ મુજબ ૧૭ ના અગ્નિ સંસ્કાર કરાયા.

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે આજે સરકારી ચોપડે ઓલ ટાઈમ હાઈ ૧૧૦ કેસો નોંધાયા છે જયારે ૦૧ દર્દીનું મૃત્યુ થયાનું દર્શાવ્યું છે તો આજે કોવીડ પ્રોટોકોલ મુજબ ૧૭ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૬૬ કેસો જેમાં ૪૧ ગ્રામ્ય અને ૨૫ શહેરી વિસ્તારમાં જયારે એક દર્દીનું મોત થયું છે જયારે વાંકાનેર તાલુકાના ૦૮ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૩ કેસોમાં ૧૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૧૪ કેસો ગ્રામ્ય પંથકમાં જયારે માળિયા તાલુકાના ૦૯ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને જીલ્લામાં નવા ૧૧૦ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત સરકારી ચોપડે નોંધાયું છે
નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૮૪૨ થયો છે આજે ૧૭ મૃતદેહના કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

(10:41 pm IST)