સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

ટંકારાના નેકનામ નજીક અજાણ્યા વાહનની ઠોકરે બાઈકસવાર બે વૃદ્ધના કરુણ મોત

ટંકારા તાલુકાના નેકનામ હમીરપર રસ્તા પરથી પસાર થતા ડબલ સવારી બાઈકને અજાણ્યા વાહન સાથે ટક્કર થવા પામી હતી જે અકસ્માતમાં બાઈક સવાર બે વૃધને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત થયા હતા
બનાવની મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ-હમીરપર ગામ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થતું હતું ત્યારે અજાણ્યા વાહને બાઈકને ઠોકરે ચડાવતા બાઈક સવાર બંને વૃદ્ધો ફંગોળાઈ ગયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ બંને વૃદ્ધના મોત થયા હતા મૃતક ટીશાભાઈ ગોગાભાઇ ભરવાડ (ઉ.વ.૬૭) રહે રેલનગર મેઈન રોડ રાજકોટ અને વાલાભાઈ ભાનાભાઈ ભરવાડ (ઉ.વ.૬૨) રહે મીતાણા વાળાના મોત થયાની માહિતી મળી છે
તો અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે તેમજ અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

(10:36 pm IST)