સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

જુનાગઢમાં બપોરે પ્રચંડ ધડાકો લોકોમાં ગભરાટ

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધડાકો સંભળાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩: જુનાગઢ સહિતનાં વિસ્તારોમાં આજે બપોરનાં પ્રચંડ ધડાકો થતાં લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો.

બપોરના સમયે જુનાગઢ ઉપરાંત તેના ગ્રામ્ય વિસ્તારો તેમજ વંથલી-માણાવદર પંથકમાં પ્રચંડ ધડાકો થયો હતો.

આ અવાજ એટલો પ્રચંડ હતો કે લોકો ભયભીત થઇને ઘર બહાર દોડી ગયા હતા.

ધડાકો શેનો હતો તેઅ ંગે કોઇ ચોકકસ માહિતી પ્રાપ્ત થઇ નથી. કોરોનાનાં કપરા-કાળમાં ભેદી ધડાકો થવાનાં કારણે સોરઠવાસીઓ ધ્રુજી ઉઠયા હતાં.

(3:20 pm IST)