સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

જેતપુર ભાદર નદીમાંથી યુવાનની કોહવાયેલ લાશ મળી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૩ :.. શહેરના દેરડી રોડ પર ભાદર નદીમાં કોઇ અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતા આ અંગેની જાણ પોલીસે ને કરતા બનાવના સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢવા સામાજીક કાર્યકર હારૂનભાઇ રફાઇને કહેતા તેમણે લાશ બહાર કાઢેલ લાશ એકદમ કોહવાયેલ હોય તેનું પી. એમ. થઇ શકે તેમ ન હોય રાજકોટ ફોરેન્સીક પી.એમ. માટે મોકલેલ.

યુવાને લીલા કલરનો શર્ટ કાળા કલરનું પેન્ટ અને જેકટ પહેરેલ છે તેના ખીસ્સામાંથી કોઇ આધાર પુરાવા મળેલ ન હોય જો કોઇને જાણ થાય તો શહેર પોલીસ મો. ૦ર૮ર૩ રર૦૦૩૩ નંબર ઉપર જાણ કરવી.

(3:18 pm IST)