સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

જોડીયા ગામે છોકરા રમવા બાબતે બઘડાટી : સામસામી ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: જોડીયા પોલીસ સ્ટેશનમાં જાકુબભાઈ સીદીકભાઈ બુચડ એ ફરીયાદ નોંધાવી છેકે, તા.ર–પ–ર૦ર૧ના ફરીયાદી જાકુબભાઈનો દિકરો કયુમ ઉ.વ.૯ ઘર પાસે તા.૧–પ–ર૦ર૧ ના સાંજના રમતો હોય ત્યારે આરોપી સલીમભાઈ સીદીકભાઈ નાંધીયા, રે. જોડીયાવાળા એ ફરીયાદી જાકુબભાઈના દિકરા કયુમને વકીલનો દિકરો છો તેમ કહી ખારો કરી માર મારેલ હોય જેથી આજરોજ તા.ર–પ–ર૦ર૧ના ફરીયાદી જાકુબભાઈ સાંજના પાંચેક વાગ્યે મેઈનબજાર માં આવેલ દુધની દુકાન પાસે ઉભેલ ત્યારે આરોપી સલીમભાઈએ ફરીયાદી જાકુબભાઈને મળતા  અને વાત કરેલ કે મારા છોકરાને કેમ મારો છો તેમ વાત કરતા આરોપી સલીમભાઈ એ ફરીયાદી જાકુબભાઈને ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેના હાથમાં રહેલ લોખંડના પાઈપ વડે ફરીયાદી જાકુબભાઈને ડાબા હાથમાં એક ઘા મારેલ અને બીજો ઘા માથામાં મારેલ તેમજ પગના ભાગે પાઈપ મારેલ તેમજ શરીરે નાની મોટી મુંઢ ઈજાઓ કરેલ તેમજ ફરીયાદી જાકુબભાઈએ પણ લાકડી વડે આરોપી સલીમભાઈને માર મારેલ હોય બાદ ફરીયાદી જાકુબભાઈ સરકારી દવાખાને જતા ડોકટરે માથાના ભાગે સાત ટાંકા લીધેલ તેમજ ડાબા કાનમાં ચાર ટાકા લીધેલ તેમજ ડાબા હાથના કાંડાથી ઉપરના ભાગે ફેકચરની ઈજા કરી ગુનો કરેલ છે.

જોડીયા પોલીસ સ્ટેશનમાં સલીમ સીદીકભાઈ નાંધીયા એ ફરીયાદ નોંધાવી છેકે, તા.ર–પ–ર૦ર૧ના  ફરીયાદી સલીમ ના ઘર પાસે તા.૧–પ–ર૦ર૧ ના સાંજના સમયે આરોપી જાકુબભાઈ સીદીકભાઈ બુચડનો દિકરો કયુમ ગાળો બોલતો હોય તેને ગાળો બોલાવાની ના પાડતા તે ખારો થયેલ અને તેના ઘરે જતો રહેલ બાદ આજરોજ તા.ર–પ–ર૦ર૧ના સાંજના પાંચેક વાગ્યે મેઈન બજારમાં આવેલ દુધની દુકાન પાસે જોડીયામાં ફરીયાદી સલીમ દુધ લેવા ગયેલ ત્યારે આરોપી જાકુબભાઈ  આવેલ અને કહેલ કે મારા દિકરાને સા માટે મારેશ તેમ કહી ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો દઈ તેના હાથમાં એક લાકડી હોય જેનાથી માથાના ભાગે માર મારેલ અને ફરીયાદી સલીમ પાસે પાઈપ હોય તેનાથી તેણે આરોપી જાકુબભાઈ ને માથામાં હાથમાં પગે તથા શરીરે માર મારેલ અને આરોપી જાકુબભાઈ જતા જતા કહેતો ગયેલ કે હવે મારા દિકરાને મારીશ તો તને  જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી માર માર્યો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પંકજભાઈ અરવિંદભાઈ લહેરૂ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–પ–ર૦ર૧ ના હવાઈ ચોક, ભાનુશાળી વાડ, શેરી નં.૧, ભમાતુકૃપાભ જામનગરમાં ફરીયાદી પંકજભાઈ તેના પિતા, ભાઈ તથા સાળા સાથે પોતાના ઘરના ગેઈટ પાસે ઉભેલ હતા ત્યારે આરોપીઓ અજય ઉર્ફે લાલો ભરતભાઈ કનખરા, ગોપાલ ભરતભાઈ કનખરા એ પોતાના હાથમાં લોખંડનો પાઈપ તથા બેસ બોલ નો ધોકો લઈ અગાઉ આ બંન્ને મારમારી ના ગુનામાં બાર માસ સુધી જેલમાં રહેલ હોય તે બાબતનો ખાર રાખી બંન્ને આરોપીએ ભુંડા ગાળો બોલી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

જુગાર રમતા બે ઝડપાયા : ત્રણ ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફરીયાદ નોંધાવી છે કે, ર–પ–ર૦ર૧ ના ખોજાના નાકા પાસે તવા રેસ્ટોરેન્ટની બાજુમાં આરોપી આદીલભાઈ કાસમભાઈ બ્લોચ, રીઝવાન ઉર્ફે ચીનો ગનીભાઈ ખીરા, એ જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧,૮૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સલીમભાઈ યુસુફભાઈ ખીરા, યાસીન કાસમભાઈ ખીરા, અલી મકરાણી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અજાણ્યા વૃઘ્ધનું મોત

અહીં કાલાવાડ નાકાબહાર રહેતા હનીફભાઈ અબ્બાસભાઈ આરબ, ઉ.વ.૪૬ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર–પ–ર૦ર૧ ના ધરારનગર–ર, શાળા નં.પપ પાસે, જામનગરમાં આ કામે મરણજનાર અજાણ્યો પુરૂષ, ઉ.વ.૭પ વાળો કોઈ અગમ્ય કારણસર મરણ થયેલ છે.

 દાઝી જતા યુવતિનું મોત

જામનગરની જી.જી.હોસ્પિટલ ચોકીના એ.એસ.આઈ. એમ.કે.ચીનયારા એ પંચ બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર વિરલબેન હેમતભાઈ જાટીયા, ઉ.વ.ર૧, રે. મોખાણા ગામ, તા.જિ.જામનગરવાળા ગઈ તા.ર૮–૪–ર૧ ના પોતાના ઘરે બાથરૂમમાં દિવો સળગાવી નાહવા જતા અકસ્માતે સળગતો દિવો મરણજનાર વિરલબેન પર પડતા શરીરે દાઝી જતા તા.ર૮–૪–ર૧ ના રોજ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં દાખલ થતા મરણ થયેલ છે.

બિમારીથી કંટાળી વૃઘ્ધે આયખું ટુકવ્યું

જામનગર તાલુકાના નાઘેડી ગામે રહેતા દેવશીભાઈ પીઠાભાઈ ભાટુ, ઉ.વ.૩૮ એ પંચ બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર–પ–ર૧ના આ કામે મરણજનાર પીઠાભાઈ કારાભાઈ ભાટુ, ઉ.વ.૬પ, રે. નાઘેડી ગામવાળા ને છેલ્લા પંદરેક વર્ષથી કીડનીની બિમારી હોય જે બિમારીથી કંટાળી જઈ પોતાની જાતેથી ઝેરી દવા પી જતા સારવાર માં જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ થતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(3:16 pm IST)