સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

પોરબંદરમાં કોરોનાના નવા ૩૧ પોઝીટીવ કેસઃ ૩૦ દર્દીઓ સારવારમાં સાજા થયા

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :.. છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝીટીવના ૩૧ નવા કેસ આવ્યા છે તેમજ કોરોનાની સારવારમાં ૩૦ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ગઇકાલે કોરોનાના ૬પ૮ વ્યકિતઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાં ૩૧ વ્યકિતઓનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. આ નવા કેસ વનાણા છાંયા મેમણવાડી જયુબેલી વિસ્તારોમાંથી આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૧પ૪ર પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ કુલ ૧૩૮૩૯૪ થયેલ છે.

૩૦ દર્દીઓ કોરોનાની સારવારમાં સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ ૧૩ર૦ દર્દીઓ સાજા થઇ ગયા છે.

(1:03 pm IST)