સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

જુનાગઢ જીલ્લામાં કોરોનાને રોકવા પાંચ લાખ વિદ્યાર્થીઓ દ્વારા પીસી ઝંુબેશ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ : જુનાગઢ શિક્ષણ જગતની સતત ચિંતા કરતા એવા પ્રમાણિક અને નિષ્ઠાવાન જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાય દ્વારા કોરોના અંગે પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આપી છે.

લોકોમાં કોરોના અંગે જનજાગૃતિ લાવવા માટે શિક્ષકો અને આચાર્યો સાથે વેબિનાર યોજી દરરોજ ૧૦,૦૦૦ શિક્ષકો પ પરિવારને ફોન કરી ખબર અંતર પુછવા સાથે કોરોના વેકસીનનું મહત્વ સમજાવે ખાસ કરીને કોરોનાથી બચવા માસ્ક પહેરવા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા સતત હાથ ધોતા રહેવું સેનેટાઇઝ કરતા રહેવા તેમજ બિન જરૂરી રીતે બહાર ન જવા સમજાવવામાં આવે છે.

શ્રી રમેશ ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે આપણા જુનાગઢ જિલ્લામાં કોરોનાની ચેઇન તોડવા સબંધે શરૂ કરવામાં આવેલ જનજાગૃતિ અભિયાનમાં દરેક આચાર્ય શ્રી શિક્ષકો વેકેશનમાં પણ ઘર રહે સુરક્ષીત રહો ના સુત્ર સાથે આ કામગીરીમાં જોડાય તેમજ વાલીઓ કે વિદ્યાર્થીઓને સથવારો સધિયારો પુરો પાડવા એક પોસ્ટકાર્ડ ઝુંબેશ માટે પ્રેરણાપુરી પાડવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લાની પ્રાથમીક માધ્યમીક અને ઉચ્ચતર શાળામાં અભ્યાસ કરતા પ લાખ વિદ્યાર્થીઓ પોસ્ટ કાર્ડ ચીઠી લખી તેમના સગા સબંધીને જનજાગૃતિ અભિયાન અંતર્ગત કોરોનાની ચેઇન તોડવા અને વેકસીન લેવા સમજાવી રહયા છે અને બાળકોએ પોસ્ટકાર્ડમાં લખેલ અંશોની ઝલક પ્રસ્તુત છે. દાદા-દાદી મારે તમારી ગોદમાં રમવુ છે વાર્તા સાંભળવી છે માટે કોઇપણ જાતની અફવામાં આવ્યા વિના વેકસીન લઇ લ્યો વેકસીન લેવાથી શરીરમાં કોરોના આવતો નથી આમ જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ચાલતા જનજાગૃતિ અભિયાનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાય રહયા છે.

(12:59 pm IST)