સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

સાવરકુંડલા-લીલીયા પંથકમાં કોરોના મહામારીમાં લોકપ્રતિનિધિની વ્યાખ્યાને સાર્થક કરતા પ્રતાપ દુધાત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૩: સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે લોક પ્રતિનિધિની વ્યાખ્યાને સાર્થક કરી બતાવી છે કોરોનાની મહામારીમાં દર્દી નારાયણની સેવામાં સતત પૂરતું ધ્યાન આપે છે અને ધટકી વ્યવસ્થા ઓ કરાવી રહ્યા છે.

કાળમુખા કોરોનાએ અજગરી ભરડો લેતા દર્દીઓની દવાખાનામાં લાઈન લાગી છે અને લોકોમાં અફડા તફડીનો માહોલ સાથે અરેરાટી વ્યાપી જવા છે.

તેવી કોરોનાની કપરી સ્થિતિમાં સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે સાચા અર્થમાં લોક પ્રતિનિધિની વ્યાખ્યાને સાર્થક કરી બતાવી છે સાવરકુંડલા હોય કે લીલીયાના દવાખાનામાં દર્દીઓનો પૂરતી સુવિધા ઓ પુરી પાડવા માટે તાબદતોબ સરકારશ્રીમાં તેમજ લાગતા વળગતા વાળાઓને રજુઆત અને જરૂરી સૂચના ઓ આપી વ્યવસ્થાની ગોઠવણી કરવી આપેછે દર્દી સાથેની રૂબરૂ મુલાકાત કરી તેની વેદના સાંભળી દર્દીઓને સંતોષ મુજબ પ્રતાપભાઈ દુધાત કામગીરી કરી રહ્યા છે તેમજ ડોકટર અને સ્ટાફ સાથે મશવારો કરી તેમાં પણ કોઈ પણ પ્રકારની ઉણપ દેખાય તે પ્રશ્નો તાત્કાલિક યુધ્ધ ધોરણે હાલ કરવી આપે છે.

શ્રી પ્રતાપભાઈ દુધાતે કોરોનાના ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ન જવું પડે અને ખોટી રીતે ગરીબ દર્દી ઓ પૈસાનો ભોગનો બને તેવા શુભ આશયથી અત્રેની સરકારી કે કે હોસ્પિટલમાં એમ ડી ડોકટરને લાવવા શ્રી દુધાતે જિલ્લા કલેકટર અને ગુજરાત સરકાર માં રજુઆત કરી છે.

રાજકીય રીતે નહીં પરંતુ માનવતાની ખાતર શ્રી પ્રતાપભાઈ દુધાતે આવી કપરી પરિસ્થિતિમાં દર્દી સાથે સતત સંપર્ક માં રહી જબરી સેવા ઓ પુરી પાડેછે તેથી આ કોરોના વાયરસની પરિસ્થિતિમાં લોકોના દુઃખમાં દુઃખી બનીને જે કામગીરી કરેછે તેથી સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં શ્રી દુધાતની કામગીરીની પ્રસંશા થવા લાગી છે.

તદ્ઉપરાંત આ અગાઉના લોકડાઉનમાં પોતાના સ્વખર્ચે ગરીબોને બે ટાઈમ ભોજન પુરૂ પાડવાની વ્યવસ્થા પણ કરી હતી. આવી રીતે માનવતાના કાર્યો કરવામાં હમેશા અગે્રસર રહ્યા છે.

(12:51 pm IST)