સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

વડીયામાં મિથિલીન બ્લુનું વિતરણ

 વડીયા : સુરતના એક દાતા દ્વવારા વડિયા ના સરપંચ છગનભાઇ ઢોલરીયા ને આ મિથિલિન બ્લુ નો જથ્થો લોકો ને વિનામૂલ્યે આપવાની જવાબદારી સોંપવામાં આવતા તમામ પરિવાર સુધી આ જથ્થો ઉપયોગી થાય તે માટે સરપંચ ગ્રામ પંચાયત દ્વવારા એક રેશનકાર્ડ દીઠ એક બોટલ આપવામાં આવી રહી છે. વાડિયા માં તારીખ ૩૦/૪ થી આ મિથિલિન બ્લુ નુ વિતરણ શરુ કરવામાં આવ્યુ છે. સંકટ સમય માં દેશના લોકોની સાથે ઉભુ રેહવું અને પોતાનાથી થતી મદદ કરી દેશને આ મહામારી માંથી બહાર કાઢવા માં મદદરૂપ થવા ના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ લોકો પણ વેકિસનેશન અને દવાઓ બાબતે જાગૃતિ દાખવે તે ખુબ જ આવશ્યક છે.

(11:56 am IST)