સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

જય સ્વામિનારાયણ...સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર પોલીસને ૧૦ હજાર માસ્ક વિતરણ

શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ અને કારેલીબાગ વડોદરા દ્વારા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી બોટાદ, ધંધુકા, ભાવનગર વગેરે પંથકના પોલીસ સ્ટાફને ૧૦ હજાર માસ્કનું વિતરણ કરાયેલ તે પ્રસંગની તસ્વીરી ઝલક. પોલીસ તંત્રએ માસ્ક બદલ પ્રસન્નતા વ્યકત કર્યાનું શ્રી અલૌકિકજી સ્વામી જણાવે છે

રાજકોટ, તા. ૩ :. સમગ્ર વિશ્વમાં કોરોનાનો ઉપદ્રવ ખૂબ વધી રહ્યો છે ત્યારે દેશની જનતાને આ સંકટથી બચાવવા માટે ભારત સરકાર તથા ઘણી બધી ધાર્મિક-સામાજિક સંસ્થાઓ તેમજ શ્રેષ્ઠી મહાનુભાવો વગેરે આ કપરાકાળમાં કોરોનાથી પીડિત અને મુશ્કેલીમાં મુકાયેલ લોકોને યેનકેન પ્રકારે સહાય કરી હેલ્પ કરે છે ત્યારે શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની પ્રેરણાથી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા તથા કુંડળધામ દ્વારા પોલીસ સ્ટાફ માટે ૧૦,૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ભાવનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લો તેમજ ધંધુકા, ધોલેરા અને વડોદરા કારેલીબાગ વગેરે વિસ્તારોમાં સંતો તથા વડિલ ભકતોના હસ્તે કુલ ૧૦,૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

પોતાની પણ પરવા કર્યા વિના અવિરતણપણે દેશની સેવા બજાવતા પોલીસકર્મીઓને ઉપયોગમાં આવે તે માટે આ માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓએ સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ જ્ઞાનજીવનદાસજી સ્વામીનો આભાર વ્યકત કરી ધન્યતા અનુભવી હતી.

(11:55 am IST)