સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

લોધીકામાં ઓકસીજન સુવિધા સાથે કોવીડ સેન્ટર કાર્યરત

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા., ૩: લોધીકા તાલુકામાં કોરોનાએ હાહાકાર મચાવેલ છે. તાલુકા સહીત લોધીકામાં અનેક લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. સરકારી હોસ્પીટલમાં અપુરતો સ્ટાફ, દવા તથા કોરોના ટેસ્ટ કીટની અછત સહીત અનેક સમસ્યા સર્જાયેલ છે. ત્યારે સ્થાનીક આગેવાનો લોક માંગણી બાદ તંત્ર દ્વારા લોધીકા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં કોવીડ સેન્ટર શરૂ કરાતા લોકોમાં રાહતની લાગણી છવાયેલ છે.

લોધીકા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવેલ કોવીડ સેન્ટરના પ્રારંભ સમયે ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ રામાણી, જીલ્લા પં.ન્યાય સમીતીના ચેરમેન મોહનભાઇ દાફડા, જીલ્લા પં. સદસ્ય મુકેશભાઇ તોગડીયા, તાલુકા ભાજપ પ્રમુખ મકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઇ ફુગસીયા, તાલુકા પં. પ્રમુખ ગીતાબેન રાઠોડ, ઉપપ્રમુખ કિશોરભાઇ વસોયા, મનોજભાઇ રાઠોડ, જેન્તીભાઇ વસોયા, દિલીપભાઇ મારકણા, મામલતદાર, ટી.ડી.ઓ., ધીરૂભાઇ વાડોદરીયા, અનીરૂધ્ધસિંહ ડાભી, સંદીપ ગાજીપરા તથા હોસ્પીટલ સ્ટાફ હાજર રહયા હતા.(૪.૫)

વૈશ્વીક મહામારી કોરોનામાં લોધીકાની વહારે આવતા જીતુભાઇ વસોયા

લોધીકાઃ લોધીકા આરોગ્ય કેન્દ્રમાં શરૂ થયેલ કોવીડ સેન્ટરમાં દર્દીની સુખાકારી માટે તેમની સારી સારવાર થાય તે ધ્યાને લઇ લોધીકાના વતની અને બીલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા જીતુભાઇ વસોયાએ કોવીડ સેન્ટરમાં ૧ર બેડ અને ઓકસીજનના નોબ આપી માનવતા દાખવી છે.

(11:46 am IST)