સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

આર.એસ.એસ.ની જનસેવા : બગસરાના વિવિધ વિસ્તારોમાં આયુર્વેદ ઉકાળા સ્ટેન્ડ : જબ્બર લોક પ્રતિસાદ

 બગસરા : આરએસએસના સ્વયંમસેવકો દ્વારા સેવા સમર્પણના ભાવ સાથે જનઆરોગ્યના હિતને ધ્યાને લઇ હાલના કોરોના કાળની વિકટ બનતી પરિસ્થિતિને અનુલક્ષી આરએસએસ પ્રેરીત ડો.હેડગેવાર સેવા સમિતિ ભાવનગરના બેનર હેઠળ સેવાભાવ સાથે રોજીંદુ ત્રણસો પચાસ લીટર આયુર્વેદ ઔષધીયુકત ઉકાળો શહેરના અમરપરા બંગલીચોક વિવેકાનંદનગર, તિરૂપતીનગર તેમજ હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં વિતરણ કરેલ. લીમડાના ગળો, અળુસી, હળદર, આદુ, ફુદીનો, ધાણા, કાળીજીરી સહિતના આયુર્વેદના દ્રવ્યોનુ મિશ્રણ કરી હાલની ઉનાળાના ઋતુને ધ્યાને લઇ આ ઉકાળો બનાવવામાં આવેલ છે. વહેલી સવારે પાંચ વાગ્યાથી નવા વાગ્યા સુધી બગસરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નગરટોળીના સ્વયંસેવકો પોતપોતાની જવાબદારી વહન કરી લોકહીતના આ સેવાયજ્ઞના પોતાનુ શ્રમ સેવા સમર્પણ આપી રહ્યા છે. નિઃશુલ્ક અપાતા આ ઉકાળા પાછળનો આનુસંગીક ખર્ચ પણ સંઘ પરિવારો દ્વારા જ ઉઠાવવામાં આવી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઉકાળા સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે તેમજ એક મહિનો અવિરત આ સેવાકાર્ય શરૂ જ રહેશે તેમ સેવા પ્રમુખ સંજયભાઇ બાસની યાદી જણાવે છે.

(10:56 am IST)