સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

ધોરાજીમાં કોરોનાના દર્દીને હોમ આસોલેશનની સુવિધા આપવા બાબતે ભાજપના મહિલા કાર્યકર ઉપર હુમલો

મહિલા સુરક્ષા સમિતિ ગાંધીનગરના ડાયરેકટર સુનેરાબેન ઘાંચી ઉપર બે શખ્સોએ હુમલો કરતા ખળભળાટ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૩ : ધોરાજી ભાજપના અગ્રણી અને મહિલા સુરક્ષા સમિતિ ગાંધીનગરના ડાયરેકટર સુનેરાબેન મકબુલભાઈ ઘાંચીના મામા યુસુફભાઈ સોલંકી જેવો મેંદરડા ગામ ખાતે રહે છે.

તેઓ કોરોના પોઝિટિવ હોય અને ઓકિસજનનો પ્રોબ્લેમ હોય તેથી તેમને ધોરાજી લાવેલ અને ધોરાજીના રાખોલીયા ચોક પાસે તેમના બાનું જૂનું મકાન બંધ હોય જે મકાન ખોલી તેમાં રાખવાના હતા પરંતુ સામેવાળા સલીમ ગફાર લુલાણીયા અને તેનો પુત્ર તોશીક સલીમ લુલાણીયા બંને ઉશ્કેરાઇ જઇ મકાન આપવાની ના પાડી દેતા મામલો બિચકયો હતો અને મકાન બાબતે હું ધોરાજી પોલીસ સ્ટેશનમાં જઈશ તેવું જણાવતા તોસીક સલીમ લુલાણીયા ઉશ્કેરાઈ જઈ સુનેરાબેન ના માથા ઉપર લોખંડનો પાઈપ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી બતાવેલ જે બાબતે એકબીજાને મદદગારી કરતા સુનેરાબેન ને ગંભીર હાલતમાં ઈજા પહોંચી હતી તેઓને તાત્કાલિક પ્રથમ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ ત્યાંથી વધુ સારવાર અને જૂનાગઢ ખાતે ખસેડવામાં આવેલ છે ઉપરોકત બનાવવા અંગે ધોરાજી પોલીસે બંને પિતા-પુત્ર વિરુદ્ઘ આઇપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૨૯૪, ૫૦૬(૨), ૧૧૪ જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી જેની તપાસ પોલીસ ઈન્સપેકટર હુકુમતસિંહ જાડેજા ની સુચનાથી ભીમભાઈ ગંભીરે હાથ ધરી છે તેમજ બંને પિતા-પુત્રની ધરપકડ કરવા બાબતે ચક્રો ગતિમાન કર્યા છે.

ગંભીર ઈજા પામેલ ભાજપની મહિલા મુસ્લિમ અગ્રણી સુંહેરાબેન ઘાંચી રાજકોટ જિલ્લા ભાજપ મહિલા પાંખમાં પણ જવાબદારી ધરાવતા હતા તેમજ હાલમાં મહિલા સુરક્ષા સમિતિ ગાંધીનગર માં ડિરેકટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે તેમના ઉપર હુમલો થતા ધોરાજી મુસ્લિમ સમાજ તેમજ શહેર ભાજપમાં પણ ચર્ચા વ્યાપી ગઈ છે

(11:02 am IST)