સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd May 2019

અમરેલીમાં નેચરોપથી આરોગ્ય શિબીર, રોગથી મુકત થવા નિઃશૂલ્ક માર્ગદર્શન

નગરપાલિકા અને આઇ.એ.એસ.એસ.નું રપ મીએ સંયુકત આયોજનઃ મેરઠના ગોપાલશાસ્ત્રી અને અધિક કલેકટર પી.એમ. ડોબરિયા માર્ગદર્શક

રાજકોટ તા.૩: અમરેલીમાં  નગરપાલિકા અને ઇન્ટરનેશનલ એસોસીએશન ફોર સાઇન્ટિફિક સ્પિચ્યુઅલિઝન, બદરીનારાયણ સેવાશ્રમ, મેઠર (ઉતર પ્રદેશ) દ્વારા તા. ૨૫ મે શનિવારે સાંજે ૪.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સામે નેચરોપથી આરોગ્ય શિબીરનું વિનામૂલ્યે આયોજન કરાયેલ છે. જેમાં પ્રખર વકતા ડો. ગોપાલ શાસ્ત્રી (મેરઠ) અને અમરેલી ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી પી.એમ. ડોબરિયા તાલીમ તથા માર્ગદર્શન આપશે. તેમ નગરપાલિકાના પ્રમુખ જયંતીભાઇ રાણવા અને ચીફ ઓફીસર એલ.જી.  હુણ જણાવે છે.
 આજના સાંપ્રત  સમસ્યા સમાન ઘરે ઘરે રાજરોગ સમા ડાયાબિટીસ, હૃદયરોગ, હાઇ/ લો બી.પી., ચામડીના રોગો, માઇગ્રેન, ઓબેસિટી (સ્થુળતા), માનસિક રોગો, કમરના રોગો, શરીરના સાંધાના રોગો અને અન્ય દુઃખાવાજન્ય-પીડાજન્ય રોગોને કોઇપણ જાતની એલોપથીની દવાઓપ ઓૈષધિ વિના યોગ્ય કુદરતી ભોજનપ્રથા દ્વારા, આ પ્રકારના રોગોથી મુકિત મેળવવા માટેની, આ નિઃશુલ્ક વિનામુલ્યે આયોજીત આ શિબિરમાં ભાગ લેવા નિમંત્રણ છે તેમ જણાવ્યું છે.

કુદરતી ભોજનપ્રથા સરળ, સચોટ, અને ઘરેલું પદ્ધતિ દ્વારા નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા અંગેનું માર્ગદર્શન અપાશે. કોઇપણ પ્રકારની દવા વગર નિરોગી જીવન જીવવાની કળા આ શિબિરમાં શીખવવામા઼ આવશે, પાંચ તત્વો આધારિત કુદરતી-ખોરાક-ભોજનપ્રથા અપનાવી તંદુરસ્ત અને રોગમુકત-ભયમુકત જીવન જીવવાની કળા બતાવાશે, આજનું ઓૈષધા વિજ્ઞાન જે રોગો દૂર ન કરી શકે તે પ્રકારના રોગો નાબુદ કરવા અંગેનું માર્ગદર્શન, રાજરોગ(ડાયાબિટીસ) પાછળ લાખો રૂપિયાના ખર્ચમાંથી કાયમી ધોરણે મુકિત મેળવવા માટેનું માર્ગદર્શન તથા કાયમી ધોરણે માનસિક તનાવમાંથી મુકિત મેળવવાનું માર્ગદર્શન અપાશે.

ઉપરોકત વિનામૂલ્યે શિબીરમાં વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે. શિબીરમાં રજીસ્ટ્રેશન અને પોતાની સીટ રિર્ઝવેશન માટે નીચે મુજબ સંપર્ક કરવો (૧) અજયભાઇ હિરપરા મો.નંબરઃ ૯૦૯૯૯ ૫૫૩૮૧ અથવા (ર) હર્ષિતભાઇ સોની મો.નંબરઃ ૯૪૨૬૭ ૦૭૬૮૯ અમરેલી.

(12:08 pm IST)