સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd April 2020

સગીર વયની બાળાની પજવણી કરતા ઢગાને ગોંડલ સિટી .પી.એસ.આઇ.બી.એલ ઝાલાએ ઝડપ્યો : જેલ હવાલે કર્યો

રોયલ પાર્ક એક માં રહેતા પરણિત એક સંતાનના બાપ નયન ટાંક વિરુદ્ધ કાર્યવાહી

ગોંડલ : ગોંડલમાં સગીય વયની બાળાની પજવણી કરતો એક સંતાનના બાપની ધરપકડ કરીને જેલહવાલે કરાયો છે

અંગેની વિગત મુજબ ગોંડલમાં SRP સામે આવેલ રોયલપાર્ક -1માં રહેતો નયન રામજીભાઈ ટાંક નામનો પરણીત એક સંતાનનો બાપ પોતાના પાડોશીની સગીર પુત્રીને અવાર નવાર ઈશારા કરી બદ ઇરાદે એકાંતમાં બોલાવતો હતો જે બાબતે તેને સમજાવવા છતાં તે ઢગામાં કાંઈ સુધારો થવાનાં બદલે લાજવાને બદલે ગાજવા લાગ્યો હતો અને પાડોશીની સાથે ઝઘડો કરી તેને લાફા માર્યા.ત્રણ મહીનાથી ચારીત્ર હીન ઢગો પજવણી કરતો હોય અંતે કંટાળીને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

 ગોંડલ સીટી પોલીસ નાં કર્મનિષ્ઠ PSI બી.એલ. ઝાલા ફરિયાદીની ફરિયાદના આધારે તટસ્થ તપાસ કરી નયન રામજીભાઈ ટાંક વિરુદ્ધ ipc કલમ:-૩૫૪ () ૩૨૩,૫૦૪,તથા પોકસો કલમ-૧૨, મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી આરોપીને જેલ હવાલે કરેલ છે,

(11:15 pm IST)