સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

ચોરવાડમાં ટ્રેકટર અને લાખની ટ્રોલીની ચોરી

જુનાગઢ તા.૩ : માળીયાના ચોરવાડમાંથી રૂ.૩ લાખનું ટ્રેકટર અને લાખની ટ્રોલી ચોરાઇ ગઇ હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાનાં ચોરવાડ ખાતે રહેતા અકબરભાઇ કરમાલીભાઇ નાથાણીએ તેમનું રૂ.૩ લાખની કિંમતનું ટ્રેકટર અને રૂ.૧ લાખની ટ્રોલી નુરમહમદ પટણીની ખાણમાં પાર્ક કયુ હતુ.

અહીંથી અજાણ્યા શખ્સો ટ્રોલી સાથેનું ટ્રેકટર હંકારીને ચોરી ગયા હતા.

આ અંગે અકબર નાથાણીએ ફરીયાદ નોંધાવતા ચોરવાડના પીએસઆઇ જે.એચ.કછોટે ટ્રેકટર ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(2:44 pm IST)