સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

ધોરાજી પાસે વાડીમાં જુગારના હાટડા ઉપર દરોડો : ૪ પત્તા પ્રેમી પકડાયા

ચીમન અંટાળા જુગાર રમાડતો'તો : ૧.૨૩ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૩ : ધોરાજી નજીક ફરેણી રોડ ઉપર વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૪ પત્તા પ્રેમીઓને ૧.૨૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ધોરાજીના ફરેણી રોડ ઉપર ચીમન ભગવાનજીભાઇ અંટાળા તેની વાડીમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પી.આઇ. હકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.કો. રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક ચીમન અંટાળા રે. ધોરાજી, ઇબ્રાહીમ ઉર્ફે ટીડો કાસમભાઇ મંઘરા રે. ભૂતવડ નવાપરા વિસ્તાર, શંકર સવજીભાઇ ડાભી રે. ધોરાજી તથા સલીમ કાસમભાઇ લાખાણી રે. બહારપુરા ધોરાજીને રોકડા રૂ. ૧૯,૯૫૦, ૩ મોબાઇલ, એક બાઇક તથા એક રીક્ષા મળી કુલ રૂ. ૧.૨૩ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:56 pm IST)