સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

અમરેલી જીલ્લામાં ભાજપ દ્વારા વિજયોત્‍સવ

પાલિકા જીલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોમાં કોંગ્રેસનો સફાયો

અમરેલી : ભાજપના વિજય સરઘસની તસવીર (તસ્‍વીર : અરવિંદ નિર્મળ - અમરેલી)

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩ અમરેલી સ્‍થાનિક સ્‍વરાજ સંસ્‍થાની ચુંટણીમાં કોંગ્રેસનો સફાયો કરી ભાજપે નગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ઉપર બુલડોઝર ફેરવી નાખ્‍યુ હતુ.   જિલ્લાની પાંચ નગરપાલિકાની ૧પ૬ સીટ માટે યોજાયેલ મતદાન બાદ આજે પરિણામ  જાહેર થતાં ૧ર૬ ઉપર ભાજપે જીત હાસિલ કરી હતી. જયારે કોંગ્રેસ માત્ર ૩૦ બેઠકો  ઉપર જીત હાસિલ કરી હતી. જયારે જિલ્લા પંચાયતની કુલ ૩૪ સીટ માટે ર૭ ભાજપ તેમજ કોંગ્રેસ ૬ અને આપના એક ઉમેદવાર પારૂલબેનદોંગાએ ભાજપમાં પુર્વ ધારાસભ્‍ય મનસુખ ભુવાના પત્‍નીને પરાજિત કરેલ હતા. તાલુકા પંચાયતમાં પણ ભાજપે ૧પ૬ બેઠકો ઉપર જીત મેળવીહ તી અને કોંગ્રેસ પ૬ બેઠકો અને અન્‍ય પક્ષે ૬બેઠકો ઉપરજીત મેળવી હતી. જિલ્લાની સ્‍થાનિક સ્‍વરાજ સંસ્‍થાની ચુંટણીમાં ભાજપે જીત હાસિલ કરતા અમરેલીમાં વિજય સરઘસ કાઢયુ હતુ.

અમરેલી જિલ્લામાં આજે સ્‍થાનિક સ્‍વરાજ ચુંટણીનું પરિણામ જાહેર થતા ભાજપે સ્‍થાનિક સ્‍વરાજ ચુંટણીમાં કોંગ્રેસને પછડાટ આપી ભવ્‍ય જીત હાસિલ કરી ભવ્‍ય વિજયોત્‍સવ મનાવેલ હતો. અમરેલી જિલ્લાની પ નગરપાલિકા અમરેલી, સાવરકુંડલા,  બગસરા, બાબરા અને દામનગર પાલિકાની મળી કુલ ૧પ૬ સીટ ઉપરથી ૧ર૬ સીટ ઉપર ભાજપે કબ્‍જે લઇ જીત હાસિલ કરી હતી. જયારે કોંગ્રેસ માત્ર ૩૦ સીટો ઉપર જીત મેળવી હતી. જેમાં અમરેલી પાલિકામાં ભાજપે ૩પ સીટ ઉપર જીત હાસિલ કરી હતી અને કોંગ્રેસ માત્ર ૯ સીટ મેળવી હતી. જયારે સાવરકુંડલાની ૩૬ બેઠકોમાંથી ભાજપે ૩૧ અને કોંગ્રેસે માત્ર પ બેઠકો ઉપર જીત મેળવી હતી,  તેમજ બગસરા પાલિકાની ર૮ બેઠકોમાંથી ર૦ સીટ ઉપર જીત મેળવી હતી. જયારે કોંગ્રેસ ૮ બેઠકો મેળવી હતી.જયારે બાબરા પાલિકાની ર૪ બેઠકોમાંથી ૧૮ બેઠકો ભાજપે કબ્‍જે કરી હતી. કોંગ્રેસ માત્ર ૬ બેઠકો મેળવી હતી. જયારેદામનગર પાલિકાની કુલ ર૪ બેઠકોમાંથી ભાજપે રર અને કોંગ્રેસે માત્ર ર બેઠકો  ઉપર જીત મેળવ હતી. નગરપાલિકા ચુ઼ટણીમાં ભાજપે ૧પ૬માંથી ૧ર૬ સીટો મેળવી જયારે કોંગ્રેસ માત્ર ૩૦ બેઠકો ઉપર જીત મેળવી હતી.

જિલ્લા પંચાયતમાં પણ ભાજપે ૩૪ બેઠકો પૈકી ર૭ બેઠકો પર જીત હાસિલ કરી હતી. જયારે કોગ્રેસે માત્ર ૬ સીટ ઉપર જીત મેળવી હતી.

તાલુકા પંચાયતમાં ભાજપે ૧પ૬ અને કોંગ્રેસ પ૬ અને અન્‍ય પક્ષ એ ૬ બેઠકો મેળવી હતી. ભાજપે અમરેલી જિલ્લાની સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થામાં કોંગ્રેસ પાસેથી છીનવી સતા મેળવી હતી.

 

(1:52 pm IST)