સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

જિલ્લા પંચાયતોમાં ભાજપને ૫૪.૧૯%, કોંગીને ૩૯.૧૭% મત

આમ આદમી પાર્ટીને ૨.૬૬% મત : તાલુકા પંચાયતોમાં ભાજપને ૫૨.૨૭%, કોંગીને ૩૮.૮૨ ટકા મત મળ્યા : નગરપાલિકાઓમાં કોંગી કરતા ભાજપને ૨૩.૬૧ ટકા મત વધુ

રાજકોટ,તા. ૩: તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓના પરિણામોનું આંકડાકીફ વિશ્લેષણ રસપ્રદ છે. તમામ ૩૧ જિલ્લા પંચાયતોમાં ભાજપને બહુમતી મળી છે. ૮૧માંથી ૭૫ સુધરાઇઓમાં ભાજપને શાસન મળ્યુ છે. માત્ર ૩માં કોંગી અને ૩ માં અન્ય છે. ૨૩૧ તાલુકા પંચાયતોમાંથી ૧૯૬ ભાજપને અને ૩૩ કોંગ્રેસને મળી છે.

નગરપાલિકાઓમાં ભાજપને ૫૨ ટકા, કોંગ્રી ૨૯.૦૯ ટકા અને આમ આદમી પાર્ટીન. ૪.૧૬ ટકા મત મળ્યા છે. ભાજપને ૪૯,૭૯,૨૭૧ મત અને કોંગીને ૨૭,૪૮,૬૧૦ મત મળ્યા છે.

તાલુકા પંચાયતોમાં ભાજપને ૨૫.૨૭ ટકા અને કોંગીને ૩૮.૮૨ ટકા મત મળ્યા છે. જિલ્લા પંચાયતોમાં ભાજપને કુલ ૫૪.૧૯ ટકા અને કોંગીને ૩૯.૧૭ ટકા મત મળ્યા છે.

૮૧ નગરપાલિકાના ચૂંટણી હેઠળના ૬૮૦ વોર્ડની કુલ ૨૭૨૦ બેઠકો પૈકી ૮૫ બેઠકો બીનહરીફ થયેલ છે તે પૈકી ૯૨ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૨ બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તથા ૧ બેઠક પર અપક્ષ ઉમેદવારો વિજેતા થયેલ છે. જ્યારે ૨,૬૨૫ બેઠકો પર ચૂંટણ યોજાયેલ છે. તે પૈકી ૧૯૯૩ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૩૮૬ બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, ૫ બેઠક પર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના, ૧૪ બેઠકો પર સમાજવાદી પાર્ટીના, ૯ બેઠકો પર આમ આદમી પાર્ટીના તથા ૬ બેઠકો પર બહુજન સમાજ પાર્ટીના, ૧૭ બેઠકો પર ઓલ ઇન્ડીયા મજલસ -એ-એતીહાદુલ મુસ્લિમીનના, ૨૪ બેઠક પર આયોગમાં નોંધાયેલા અન્ય પક્ષના તથા ૧૭૧ બેઠક પર અપક્ષ ઉમેદવારો વિજેતા થયેલ છે.

૩૧ જિલ્લા પંચાયતની ચૂંટણી હેઠળની ૯૮૦ બેઠકો પૈકી ૨૫ બેઠકો બિનહરીફ થયેલ છે જે તમામ ૨૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયેલ છે. જ્યારે ૯૫૫ બેઠકો પર ચૂંટણી યોજાયેલ છે. તે પૈકી ૭૭૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૧૬૯ બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, ૨ બેઠકો પર આમ આદમી પાર્ટીના તથા ૧ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના, ૪ બેઠકો પર આયોગમાં નોંધાયેલા અન્ય પક્ષના ઉમેદવારો તથા ૩ બેઠક પર અપક્ષ ઉમેદવારો વિજેતા થયેલ છે.

૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી હેઠળના ૪,૭૭૪ બેઠકો પૈકી ૧૧૭ બેઠકો બિનહરીફ થયેલ છે તે પૈકી તે પૈકી ૧૧૧ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૫ બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, ૧ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા થયેલ છે. જ્યારે ૨ બેઠકો પર ફોર્મ ભરાયેલ નથી. ૧ બેઠક પર ઉમેદવારનું મૃત્યુ થતાં ચૂંટણી પ્રક્રિયા મુલત્વી રાખેલ છે. ૪,૬૫૪ બેઠકો પર ચૂંટણી યોજાયેલ છે. તે પૈકી ૩,૨૪૦ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૧,૨૪૭ બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, ૨ બેઠકો પર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના, ૩૧ બેઠકો પર આમ આદમી પાર્ટીના તથા ૩ બેઠકો પર બહુજન સમાજ પાર્ટીના, ૧૬ બેઠકો પર આયોગમાં નોંધાયેલા અન્ય પક્ષના ઉમેદવારો તથા ૧૧૫ બેઠક પર અપક્ષ ઉમેદવારો વિજેતા થયેલ છે.

(1:50 pm IST)