સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

ખંભાળીયા પાલિકામાં પંજાને કચડતું કમળઃ વધુ ૭ સીટો સાથે ર૮ માંથી ર૬ બેઠકો મેળવી ભાજપ સત્તા ઉપરઃ કોંગી,બસપાને એક-એક

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩ :.. નગરપાલીકામાં ભાજપે ઐતિહાસીક જીત તેમણે કરેલા વિકાસ કાર્યો તથા સારા ઉમેદવારોની પસંદગી કરીને રેકોર્ડ સર્જયો છે તથા ર૮ માંથી ર૬ બેઠકો ભાજપે કબજે કરી છે જયારે કોંગ્રેસને ગત વખતે નવ મળી હતી જયારે આ વખતે એક જ બેઠકથી સંતોષ પ્રાપ્ત કરવો પડયો હતો જયારે બહુજન સ.પા.એ પ્રથમ વખત ૧ બેઠક મેળવી ખાતું ખોલાવ્યું છે.

વોર્ડ નં. ૧ માં ભાજપ-પેનલ તુટી ૪ માંથી ૩

વોર્ડ નં. ૧ માં મુસ્લીમ અગ્રણી કાસમ અબુ ભોકલના પ્રયાસોથી ચાર બેઠક ભાજપની બીન હરીફ થતી હતી પણ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ચાલુ રાખતા ૪ ભાજપ ૧ કોંગ્રેસમાં ચૂંટણી થઇ હતી જેમાં ભાજપની પેનલમાં ક્રોસ વોટીંગ થતાં અહીં કોંગ્રેસના મહીલા ઉમેદવાર મેદાન મારી ગયા અને અહીંથી જ આખા શહેરમાં એક સીટ કોંગ્રેસને મળી છે.

અહીં કોંગ્રેસમાંથી લાખીબેેન આલાભાઇ પતાણી તથા ભાજપમાંથી મીનાબા રવીન્દ્રસિંહ જાડેજા, ઇમ્તીયાઝખાન મહમદખાન લોદીન તથા મહમદ હનીફ અબુ ભોકલ વિજેતા થયા છે. અહીંથી ગત વખતે ઇમ્તીયાઝખાન લોદીન કોંગ્રેસ માંથી વિજેતા થયેલા આ વખતે ભાજપમાંથી થયા. ભાજપના હેતલબેન ધવલ નકુમ હારી ગયા હતાં.

વોર્ડ ર માં ભાજપની પેનલ

વોર્ડ ર માં પૂર્વ પાલિકા પ્રમુખ પી. એમ. ગઢવી તથા પૂર્વ પાલિકા ઉપપ્રમુખ શ્રીમતી ફાલ્ગુનીબેન વ્યાસના નેતૃત્વમાં ભાજપે ફરી એક વખત આખી પેનલની ચાર બેઠકો કબ્જે કરી છે અહીં ભાજપમાંથી અમૃતબેન ઠાકર, રસીલાબેન માવદીયા, વિષ્ણુભાઇ પતાણી તથા અફજલ ધાવડા, વિજેતા થયા હતાં. કોંગ્રેસ અગ્રણી નાગાજણ જામ તથા કોંગ્રેસના ઉમેદવાર કવિતાબેન ત્રિવેદી સહિતનો પરાજય થયો હતો.

વોર્ડ ૩માં પણ ભાજપ

પાલિકા વોર્ડ-૩માં ભાજપના પૂર્વ કારોબારી ચેરમેન પાલિકાના દીપેશ ગોકાણી તથા ભીખુભા જેઠવાના નેતૃત્વમાં ફરી વખત આખી પેનલ વિજેતા થઇ છે જેમાં દીપેશભાઇ પરસોતમ ગોકાણી, મુકતાબેન કિશોરભાઇ નકુમ, હરેશભાઇ મોહનભાઇ ભટ્ટ તથા હંસાબા ભીખુભા જેઠવા વિજેતા થયા છે. અહી પેનલ ટુ પેનલ મતદાન તથા ભાજપના વિકાસ કાર્યો એ જીત અપાવી હતી. તો કોંગ્રેસના મધુબેન અમિત કરમુર, હિતેશ વાલજી નકુમ અબોટી કુસુમબેન મનસુખ ભટ્ટ સહિત પરાજય પામ્યા છે.

વોર્ડ ૪માં ભાજપે ૪ મંથી ૩ લીધી

પાલિકામાં ભાજપ માટે આ વખતે ચૂંટણી જીતવી માથાનો દુઃખાવો હતો જેથી ગત વખતે નજીવી સરસાઇથી હારી જનાર કોંગ્રેસ  શહેર મહીલા પ્રમુખ રેખાબેન ખેતિયાને ભાજપમાં ભેળવી જીત પાકી કરી હતી જેમાં રેખાબેન ખેતીયા સાથે હંસાબેન બથવાર તથા અરજણ રામભાઇ ગાગીયા જીત્યા હતા ગત વખતે ભાજપે અહીથી બે તથા કોંગ્રેસે બે મેળવી હતી જેમાં આ વખતે કોંગ્રેસના ગત ઉમેદવાર ઝાહીરાબેન નુરમામદ પારિયાબી બ.સ.પા.માંથી વિજેતા થયા હતા બસપાના ઉમેદવારો અહી જોરમાં હતા જો કે ભાજપના ઉમેદવાર વાઢેર પરાજય પામ્યા હતા. તો અહી કોંગ્રેસના ગત વખતના વિજેતા તથા ગત આખી ટર્મ કોંગ્રેસ દ્વારા ભાજપના શાસક-પક્ષને જાગૃત રામનગર સુભાષ પોપટનો કારમો પરાજય થયો હતો માત્ર ૬૬૬ મતોજ મળ્યા હતા.

વોર્ડ પમાં આખી પેનલ વ્યંઢળનો પરાજય

વોર્ડ પ માં સૌથી વધુ ઉમેદવારો લડતા હોય તથા જન જાગરણ મંચના નટુભાઇ ગણાત્રા દ્વારા વ્યંઢળ ઉમેદવાર વાસંતીદે નાયક જેમને બે વખત પહેા તેમણે વિજેતા કરેલા તેઓ લડતા હોય તથા રોજ ભાજપ-કોંગ્રેસ સામે નટુભાઇ ફેસબુક પર લાઇવ થઇને પ્રહારો કરતા હોય તથા બ્રહ્મસમાજ નારાની હોવાની બેઠકો જોખમી હતી પણ વાસંતીદે હારી ગયા છે તો અહી પૂર્વ પ્રમુખ તથા હાલના કોંગ્રેસ શહેર પ્રમુખ કાંતીભાઇ નકુમા તેમના પત્ની તથા પૂર્વ પાલિકા પ્રમુખ નિર્મળાબેન કાંતીલાલનો પરાજય થયો હતો જયારે ભાજપની આખી પેનલ અહી વિજેતા થઇ છે.

જેમાં ભાજપના શહેર મહામંત્રીના પત્ની ભાવનાબેન જીજ્ઞેશભાઇ પરમાર, કોમલબેન અમિતભાઇ દતાણી, જેમના સાસુ ગત વખતે વોર્ડ નં.૭માંથી કોંગ્રેસમાંથી જીતેલા તે તથા નવયુવાન રઘુવંશી મહેશ શશીકાંત રાડીયા, (શશીભાઇ શિક્ષકના પુત્ર) વિજેતા થયા હતા અહી પેનલમાં ભાંગફોડની ભારે અફવા હતી તથા ધારાસભ્ય વિક્રમભાઇ માડમ જાતે બાઇક પર ચાલુ મતદાને નીકળ્યા હતા. પણ અહી ભાજપની પેનલ જીતી ગઇ.

વોર્ડ ૬માં તોતીંગ લીડ

વોર્ડ ૬ના ભાજપના ઉમેદવારો તમામ વોર્ડમાં સૌથી તોતીંગ બહુમતીથી વિજેતા થયા છે. અહી પાલિકા પૂર્વ  પ્રમુખ શૈલેષભાઇ કવાઝાટીયા, ગઢવી આગેવાન નાથુભાઇ વાનરીયા, દલિત આગેવાન જયશ્રીબેન ઘોરીયા, તથા ભાજપ અગ્રણી યોગેશભાઇ મોટાલીના પ્રયાસોથી સૌથી વધુ લીડ સાથે અીથી રચનાબેન મોહિત ભુવા મોટાણી, સોનલબેન  નાથાભાઇ વાનરિયા, મહેશ ઘોટીયા તથા વિજય નારણભાઇ કરમીટીયા વિજેતા થયા હતા જયારે કોંગ્રેસ આપ - અપક્ષ તમામ હારી ગયા હતા અહીં રચનાબેન મોહિત મોરણીએ ખંભાળીયા પાલિકામાં સૌથી વધુ મતો મેળવવાનો વિક્રમ સર્જયો છે.

વોર્ડ સાતમાં ર૦ વર્ષ પછી પેનલ વિજેતા થઇ

વોર્ડ સાતમાં ગત વખતે બે ભાજપ બે કોંગ્રેસ વિજેતા થયા હતા જયારે આ વખતે ભાજપની પેનલ વીસ વર્ષ પછી વિજેતા થઇને રેકોર્ડ સર્જયો હતો. અહીં ભાજપના હિતાબેન હિતેન્દ્રભાઇ આચાર્ય, જગદીશ સુંદરજી રાયચુરા, (પૂર્વ સદસ્ય), હિતેશભાઇ દ્વારકાદાસ ગોકાણી તથા પૂર્વ પાલિકા પ્રમુખ જયેશભાઇ ગોકાણીના ધર્મપત્ની રશ્મીબેન ગોકાણીનો ૭૦૦ થી વધુ મતની લીડની વિજય થયો હતો તથા પેનલ ૩ પેનલ મતદાન થયું હતું.

ભાજપને વોર્ડ ૪-પ નીકસરત ફળી

ખંભાળીયા પાલિકામાં વોર્ડ ૪-પ માં ભાજપના ઉમેદવારોને જોખમની જાણ થતાં પ્રભારી પ્રદીપભાઇ ખીમાણી, પ્રમુખ ખીમભાઇ જોગલ, મહામંત્રી શૈલેષ કણઝારીયાએ ટીમ વર્ક ગોઠવીને સતત પ્રયત્નો કરતા ભાજપ અહીં ત્રણ બેઠકો ગુમાવતું હતું તે એક જ બેઠક ગુમાવી છે શહેર પ્રમુખ અનીલ તન્ના, મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પિયુષ કણઝારીયા તથા જીતેશ પરમારની જહેમત  ફળી છે.

(1:46 pm IST)