સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

વિસાવદર તાલુકા પંચાયત પર ભાજપનો વાવટો : જિ.પં.ની ૩ પૈકી ૨ બેઠકો પણ ભાજપના ફાળે

કાલસારીની પ્રતિષ્‍ઠાભરી બેઠક ઉપર સતત બીજીવાર કોંગ્રસના ચંદ્રીકાબેન વિજેતા

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩ : વિસાવદર તાલુકા પંચાયત પર ભાજપનો વિજય વાવટો લ્‍હેરાયો છે.ભાજપે તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્‍પષ્ટ બહુમતી મેળવતા કોંગ્રેસે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની આ સંસ્‍થા ગુમાવતા હવે તા.પં.ભાજપ શાસિત બની છે.

વિસાવદર તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણ પૈકી બે પર પણ ભાજપે વિજય હાંસલ કર્યો છે. એકમાત્ર બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.જેમાં (૧) કાલસારી ચંદ્રિકાબેન કરશનભાઈ વાડોદરિયા (કોંગ્રેસ) મળેલા મતો -૮૪૬૦ (૨) મોટી મોણપરી : મધુબેન વિરેન્‍દ્રભાઈ સાવલિયા(ભાજપ) મળેલા મતો - ૮૮૧૬ (૩) વિપુલકુમાર છગનભાઈ કાવાણી (ભાજપ) મળેલા મતો - ૮૮૧૭ નો વિજયી ઉમેદવારોમાં સમાવેશ થાય છે.

વિસાવદર તાલુકા પંચાયતમાં કુલ બેઠકો ૧૮ પૈકી ભાજપ ૧૧ અને કોંગ્રેસ ૬ અને ૧ અપક્ષ ઉમેદવાર વિજયી થયેલ છે.જેમાં (૧) બરડીયા : રમાબેન હરસુખભાઈ સાવલિયા (અપક્ષ) મળેલા મતો -૧૬૦૮ (૨) ભલગામ : રેખાબેન સોમાભાઈ સરસીયા (કોંગ્રેસ) મળેલા મતો -૧૧૪૧ (૩) ભૂતડી : લીલાબેન હસમુખભાઈ રાબડીયા (કોંગ્રેસ) મળેલા મતો -૧૪૦૦ (૪) ઢેબર : હિરેનકુમાર બટુકભાઈ મહેતા (ભાજપ) મળેલા મતો -૧૨૬૫ (૫) જેતલવડ : અરવિંદકુમાર નાથાલાલ મહેતા (કોંગ્રેસ) મળેલા મતો- ૧૩૮૪ (૬) રૂષિતાબેન પ્રવીણભાઈ વણઝારા (ભાજપ) મળેલા મતો -૧૪૪૪ (૭) કાલસારી : અશ્વિનભાઈ બાબુભાઈ સરધારા (ભાજપ) મળેલા મતો - ૧૫૬૯ (૮) ખંભાળિયા : લીનાબેન વિપુલભાઈ કાવાણી (ભાજપ) મળેલા મતો -૧૭૪૮ (૯) કોટડા મોટા  :  અતુલભાઈ વિઠ્ઠલભાઈ ભાયાણી (ભાજપ) મળેલા મતો -૧૪૯૧ (૧૦) કોટડા નાના : ભરતભાઈ કલાભાઈ કોટડીયા (ભાજપ) મળેલા મતો - ૧૧૪૧ (૧૧) લિમધ્રા :  નીતિનભાઈ નાથાભાઈ કપુરિયા (ભાજપ) મળેલા મતો - ૨૦૪૮ (૧૨) મોણીયા : જયાબેન કિશોરભાઈ ડોબરીયા (ભાજપ) મળેલા મતો - ૧૩૦૮ (૧૩) મોટી મોણપરી : મુકતાબેન દલપતભાઈ ઝાલાવાડીયા (કોંગ્રેસ) મળેલા મતો - ૧૪૫૭ (૧૪) નાની મોણપરી : રંજનબેન અશોકભાઈ માળવિયા (ભાજપ) મળેલા મતો - ૧૨૧૪ (૧૫) પ્રેકમપરા : કોકીલાબેન નટુભાઈ કુંભાણી (ભાજપ) મળેલા મતો - ૧૩૦૨ (૧૬) સરસઈ : ચંપાબેન કાંતિભાઈ સાવલિયા (ભાજપ) મળેલા મતો - ૧૦૩૪ (૧૭) શોભાવડલા (લશ્‍કર) :  મુકતાબેન પ્રવીણભાઈ કથીરીયા (કોંગ્રેસ) મળેલા મતો - ૧૨૧૭ (૧૮) વેકરીયા  : ખીમાભાઈ દેવાભાઈ બલદાણીયા (કોંગ્રેસ) મળેલા મતો - ૧૬૭૧ નો વિજયી ઉમેદવારોમાં સમાવેશ થાય છે.

 કોંગ્રેસ શાસિત વિસાવદર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિસાવદર તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પર પણ ભાજપનો વિજય થયો છે,આમ ભાજપનાં આવા જબરા વાવાઝોડાં વચ્‍ચે પણ વિસાવદર તાલુકાની પ્રતિષ્‍ઠાભરી કાલસારી જિલ્લા પંચાયતની બેઠક પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાનાં ધર્મપત્‍નિ શ્રીમતિ ચંદ્રિકાબેન વાડોદરિયા સતત બીજી વખત જવલંત વિજયી થયેલ છે અને પોતાની લોકપ્રિયતા સાબિત કરેલ છે.શ્રીમતિ વાડોદરિયાનુ સમગ્ર કાલસારી જિલ્લા પંચાયત મત વિસ્‍તારમાં ભવ્‍ય વિજય સરઘસ નીકળ્‍યું હતું.

વિસાવદરની કાલસારીની પ્રતિષ્ઠાભરી બેઠક પર ભાજપનાં વાવાઝોડામાં

પણ સતત બીજી વખત ચૂંટાતા કોંગ્રેસનાં ચંદ્રિકાબેન વાડોદરિયા

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩ : કોંગ્રેસ શાસિત વિસાવદર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિસાવદર તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પર પણ ભાજપનો વિજય થયો છે,આમ ભાજપનાં આવા જબરા વાવાઝોડાં વચ્‍ચે પણ વિસાવદર તાલુકાની પ્રતિષ્ઠાભરી કાલસારી જિલ્લા પંચાયતની બેઠક પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાનાં ધર્મપત્‍નિ શ્રીમતિ ચંદ્રિકાબેન વાડોદરિયા સતત બીજી વખત જવલંત વિજયી થયેલ છે અને પોતાની લોકપ્રિયતા સાબિત કરેલ છે. શ્રીમતિ વાડોદરિયાનું સમગ્ર કાલસારી જિલ્લા પંચાયત મત વિસ્‍તારમાં ભવ્‍ય વિજય સરઘસ નીકળ્‍યું હતું.

(1:41 pm IST)