સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

પડધરીના સરપદડ આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીકરણનો ૧૦૪ સિનીયર સિટીઝનોએ લાભ લીધો

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૩ : પ્રા.આ. કેન્દ્ર - સરપદડ ખાતે ૬૦ વર્ષ અને તેનાથી ઉપરના સિનીયર સીટીઝન ૧૦૪ લોકોએ કોરોનાની રસી લીધેલ હતી.

૬૦ વર્ષ કરતા વધુ ઉંમરના લોકોને કોરોના વેકસીનની શરૂઆત પ્રા.આ. કેન્દ્ર સરપદડમાં કરવામાં આવતા મોટી સંખ્યામાં વેકસીન લેવડાવવા લોકો આવેલા તથા અન્ય સિનીયર સીટીઝન લોકોને કોરોના વેકસીન લેવા અપીલ કરવામાં આવી છે.

આરોગ્ય કેન્દ્ર સરપદડના તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.

(1:40 pm IST)