સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

જામજોધપુરમાં જિલ્લા અને તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારની યાદી જાહેર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા.૩ : જામજોધપુરમાં જિલ્લા અને તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવાર ની યાદી જાહેર કરવામાં આવી છે.

૮ - ગીંગણી મૈયબેન ગીરીશભાઈ ગરસર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે

૧૭ - મોટીગોપ સાજીબેન હરદાશભાઈ ખવા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.

૨૨ - સતાપર  હર્ષદીપ કુમાર પ્રભુદાસભાઇ સુતરીયા      ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયાં છે.

૨૩ - શેઠવડાળા કુંદનબેન અશોકભાઇ ચોવટીયા  ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર...

(૧)  બાલવા સીટ પર ભારતીય જનતા પાર્ટીના રંજનબેન અરવિંદભાઈ ડાભીનો વિજય થયો છે. (૨) બુટાવદર સીટ પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના દાનાભાઇ હિરાભાઇ મકવાણાનો વિજય થયો છે. (૩ )  ઘ્રાફા સીટ પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના પાર્વતીબેન જીવરામભાઇ ભરાડનો વિજય થયો છે. (૪) ગીંગણી બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના અમૃતલાલ ભીખુભાઇ ડાભીનો વિજય થયો છે. (૫) ઇશ્વરીયા બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ગોવિંદ દેવશીભાઇ બડિયાવદરાનો વિજય થયો છે. (૬) જામવાડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રાજેશભાઇ બાબુભાઇ ખાંટનો વિજય થયો છે. (૭) માંડાસણ બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના હંસાબેન શૈલેષભાઇ સાકરીયાનો વિજય થયો છે. (૮)  મોટાવડીયા બેઠક પર બહુજન સમાજ પાર્ટી હેમંતકુમાર કેશુરભાઇ કરંગીયાનો વિજય થયો છે. (૯) મોટીગો૫ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વશરામભાઇ વેજાણંદભાઇ કારેણાનો વિજય થયો છે. (૧૦) પાટણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના દેવાભાઇ ભીમાભાઇ પરમારનો વિજય થયો છે. (૧૧)સડોદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભાવનાબેન હિતેશભાઇ દુધાગરાનો વિજય થયો છે.

 

(૧૨) – સમાણા બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના ભાનુબેન ભરતભાઇ ગોધમનો વિજય થયો છે.

 

(૧૩) સતાપર બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના જસ્મીનાબેન કૈલાશભાઇ હેરમાનો વિજય થયો છે. (૧૪)  શેઠવડાળા બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના જશુબેન અતુલભાઇ રાઠોડનો વિજય થયો છે. (૧૫) સીદસર બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના હર્ષાબેન અશ્વિનભાઇ મકવાણાનો વિજય થયો છે. (૧૬) તરસાઇ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભુપતભાઇ ઘેલાભાઇ વાઘેલાનો વિજય થયો છે. (૧૭) વાંસજાળીયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સોનલબેન વીજયભાઈ મોરીનો વિજય થયો છે.

(12:09 pm IST)