સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

લીંબડીમાં કોંગ્રેસ, ભાજપના સમર્થકો વચ્ચે હાર જીત બાબતે મારામારી થતાં નાશભાગ મચી : પોલીસનો લાઠીચાર્જ

મોડલ સ્કૂલ ખાતે મત ગણતરી કેન્દ્ર બહાર બનેલી ઘટના

વઢવાણ,તા. ૩: લીંબડી ખાતે મોડેલ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસ-ભાજપના મારામારીનો બનાવ સામે આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વધુ એક નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે લીંબડી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પરિણામો જાહેર થાય ત્યારે મોર્ડન સ્કૂલ બહાર મારામારીનો બનાવ સામે આવ્યો છે. કોંગ્રેસ-ભાજપના સમર્થકો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવવા પામ્યો છે.

ચૂંટણીમાં થયેલી હારજીતના પગલે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ બાબતની જાણકારી પોલીસને થતા તાત્કાલીક પોલીસ દોડી ગઇ હતી અને તમામ મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે લીમડી ની મોડલ સ્કૂલ બહાર આ પ્રકારનો બનાવ બનવા પામ્યો છે અંદર મતગણતરી ચાલતી હતી ને બહાર કોંગ્રેસ-ભાજપના સમર્થકો દ્વારા મારામારી કરવામાં આવતી હોવાનું જાણવા મળતાં પોલીસે તાત્કાલીક દોડી ગઈ હતી અને લાઠી ચાર્જ કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

(12:06 pm IST)