સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

જોડિયામાં ભાજપનાં ઉમેદવારોનું વિજય સરઘસ

જોડીયા : જિલ્લા પંચાયતના જોડીયા બેઠક પર ભાજપાના ઉમેદવાર ધરમશી ચનિયારા તથા જોડિયા તાલુકા પંચાયતના એક નં. બેઠકના ઉમેદવાર વલ્લભ હરજી ગોઢી તથા બે નં. બેઠક પર મંગાભાઇ ભડવાડ તથા ભાદરા - લખતર બેઠકના ઉમેદવાર ભટ્ટી પ્રિયંકા સંદીપભાઇનું વગર ચુંટણી વિજય થતા તેઓનું ભવ્ય ઝુલુસ  જોડીયા ખાતે કાઢવામાં આવ્યું હતુ. સ્વામીનારાયણ મંદિરમાં દર્શન બાદ માંડવી ચોક સુધી માર્ગના બંન્ને બાજુ લોકોએ ચારે ઉમેદવારોનું કંકુ તિલક તથા ફુલહાર પહેરાવીને સ્વાગત કરેલ. તથા ભાજપાના વિજય ઉમેદવારોએ પ્રજાને ખાત્રી આપી હતી. સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની વાત કરેલ. આભારવિધિ ભરતભાઇ ઠાકરે  કરેલ હતી. (તસ્વીર : અહેવાલ - રમેશ ટાંક - જોડીયા)

(12:04 pm IST)