ભાજપનો વિજય વાવટો ફરકતા લોધીકા પંથકનાં મતદારોને બિરદાવતા આગેવાનો
(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૩ : ૨૦૧૫ મા રાજકોટ જિલ્લા પંચાયત તેમજ લોધીકા તાલુકા પંચાયત મા કોંગ્રેસ નું સાશન આવેલ તેની વિપરીત અસર આ વખતે જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત મા જોવા મળેલ છે તે બદલ લોધીકા તાલુકા ના મતદારો તેમજ જનતાનો હું ભાજપ સરકાર ના ધારાસભ્ય તરીકે આભાર વ્યકત કરું છું અને ગુજરાત સરકાર ના ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો નું આ પરીણામ છે તો તાલુકા પંચાયત જીલ્લા પંચાયતમા ભાજપ નો વિજય સર્વને આભારી છે અને ભાજપના ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા બદલ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ મતદારોનો આભાર માન્યો હતો.
રાજકોટ જિલ્લા પંચાયતની ૨ તેમજ તાલુકા પંચાયત ની ૧૧ સિટમા ભાજપ ના ઉમેદવાર ને જંગી લીડ થી જીત આપવા બદલ લોધીકા તાલુકા ના યુવા મતદારો ભાઇઓ તથા બહેનોએ વડીલો તેમજ તાલુકા ના ૩૮ ગામો ના સરપંચ શ્રીઓ વડીલો અગ્રણી ઓ નો તમામ ઉમેદવારો વતી આપ સહુનો હૃદય પૂર્વક આભાર વ્યકત કરું છુ અને જનતા કામો કરતા રહેશુ તેમ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણીએ જણાવ્યું હતું.