મોટી પાનેલી તાલુકા પંચાયત ૨ માં ભાજપના પ્રિયંકાબેન સાંગેચાનો સાંકડી સરસાઇથી વિજય
સ્થાનિક કાર્યકર્તાની ભારે મહેનતથી એક સીટ ઉપર સાંખ બચાવતુ ભાજપ
(અતુલ ચગ દ્વારા )મોટી પાનેલી,તા.૩ : ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણી ભારે રસાકસીના અંતે બન્ને પક્ષના ફાળે આઠ આઠ બેઠક અને બે બેઠક અપક્ષ ના ફાળે ગઈ છે ત્યારે પાનેલી બે નંબરની સીટ ઉપર ભાજપના પ્રિયંકાબેન સાંગચાનો સાંકડી સરસાઈ સાથે વિજય થયો છે જેમને કોંગ્રેસના મંજુલાબેન ઓઢવિયાને માત્ર ઓગણીસ મત થી હાર આપી છે તાલુકા આખામાં પાનેલીની આ બેઠક ઉપર શરૂઆત થી જ બધાની નજર હતી છેલ્લે સુધી ચડ ઉત્તરના અંતે આખરે સ્થાનિક કાર્યકર્તાઓની અપાર મહેનત અને રાતદિના પ્રયત્નોના ફળ સ્વરૂપ ભાજપ આ બેઠક ઉપર પોતાની સાંખ બચાવવામાં સફળ થયેલ જિલ્લાની અને તાલુકાની એક નંબરની સીટ પર કોંગ્રેસ વિજેતા થયેલ છે કારણ જિલ્લામાં પાનેલીના સ્થાનિક ઉમેદવાર લડતા હોય જેનો સીધો લાભ તાલુકાના ઉમેદવારને મળતો હતો તેમ છતાં તાલુકાની બે નંબરની સીટ ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજયને વધાવ્યો હતો.