સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

હળવદમાં ૬૦ વર્ષથી વધુ વયની વ્યકિતઓને કોરોના વેકસીનઃ

હળવદ : સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ૬૦ વર્ષથી ઉપરના નાગરીકોને કોવિડ -૧૯નો પ્રથમ ડોઝ (વેકસીન) આપવાનું શરૂ કરવામાં આવેલ. પ્રથમ દિવસે ૧૦૦ લોકોને તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેકસીન આપવામાં આવી. જ્યારે આજે હળવદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રોગને નાબુદ કરવા માટે સાંઠેક વર્ષથી ઉપરના સ્ત્રી -પુરૂષોને કોરોનાની વેકસીન આપવામાં આવી હતી. સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. કૌશલભાઇ પટેલ, તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ડો. ભાવિનભાઇ ભટ્ટી, ડો. અશ્વિનભાઇ આદ્રોજા, તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય સ્ટાફના માર્ગદર્શન હેઠળ તેમજ નર્સ બેન શીતલબેન તથા ચરાડવા તાલીમી નર્સ બહેનોના સહયોગથી વૃધ્ધોને કોરોનાની વેકસીનનો ડોઝ આપવામાં આવેલ તે તસ્વીર. (તસ્વીરઃ હરીશ રબારી -હળવદ)

(10:24 am IST)