સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd March 2018

વેરાવળ પોસ્ટ ઓફિસમાં પોસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ

વેરાવળ,પ્રભાસપાટણઃ ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનો સાંસદના હસ્તે પ્રારંભ કરાયો હતો. જિલ્લાના ૬ તાલુકામાં હજારો પાસપોર્ટ ધારકોને કોઈપણ કાર્યવાહી માટે અથવા નવા પાસપોર્ટ માટે રાજકોટ સુધી ધકકો ખાવાપડતો હતો અને હજારો રૂપીયાનો આર્થિક ખર્ચ કરવો પડતો  હતો. તેથી આ સમસ્યાનો કેન્દ્ર સરકાર દ્વારા અંત આવે તે માટે વેરાવળ મોટાકોળી વાડા પાસપોર્ટ સેવા કેન્દ્રનો સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે પ્રારંભ થયેલ હતો. તેમને જણાવેલ હતું કે આ સેવા કેન્દ્રથી જિલ્લા તથા દીવ અને આજુ બાજુના ગામડાઓના પાસપોર્ટ ધારકોને મોટા ફાયદો થશે સાથે ઝડપથી કામગીરી થશે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર સહીત પાસપોર્ટ ઓફીસ, પોર્ટ ઓફિસના અધિકારીઓ, કર્મચારીઓએ હાજરી આપેલ હતી.

(11:31 am IST)