સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd February 2018

કચ્છમાં ખોટા BPL કાર્ડનું કૌભાંડ : ૧૫૦ શ્રીમંતોના નામો BPLમાં : કોંગ્રેસનો ધડાકો

ભુજઃ કચ્છમાં કોંગ્રેસે સસ્તા અનાજનું કૌભાંડ ઝડપ્યું છે. ખોટા BPL કાર્ડ બનાવીને કૌભાંડ આચરવામાં આવતું હોવાની શંકા જાગી છે. ભુજના ૧૫૦થી વધુ આર્થિક સક્ષમ લોકોના BPL કાર્ડ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસે ૧૫૦ નામની યાદી સાથે કલેકટરને ફરિયાદ કરી છે. ગરીબોને મળતું અનાજનું વેચાણ થતું હોવાનો પણ પર્દાફાશ થયો છે. ત્યારે આ મામલે જિલ્લા અધિક કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.

(5:50 pm IST)